For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિસાન બિલના વિરોધમાં શહીદ ભગત સિંહના ગામમાં અમરિંદર સિંહના ધરણા

કિસાન બિલના વિરોધમાં શહીદ ભગત સિંહના ગામમાં અમરિંદર સિંહના ધરણા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સોમવારે શહીદે આજમ ભગત સિંહના ગામ ખટકર કલાંમાં ધરણા પર બેસી ગયા. અમરિંદર સિંહની સાથે ધરણામાં તેમની કેબિનેટના મંત્રી, પંજાબના કોંગ્રેસ ધારાસભ્ય, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ અને ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા હરીશ રાવત પણ સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે વિકક્ષના વિરોધ વચ્ચે રવિવારે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ બિલને મંજૂરી આપી દીધી હતી. જો કે કોંગ્રેસ સહિત વિપક્ષી દળ અને શિરોમણિ અકાલી અદળના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી આ બિલ પર હસ્તાક્ષર ના કરવાનો અનુરોધ કર્યો હતો.

captain amrinder singh

અગાઉ રવિવારે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કેન્દ્રના ત્રણેય કાનૂનોથી પંજાબના ખેડૂતોને બચાવવા માટે રાજ્યના કાનૂનોમાં તેમની સરકાર કંઈ બદલાવ કરી શકે છે કે નહિ તે બાબતે વિચાર કરશે. અમરિંદર સિંહે કહ્યું કે કેન્દ્રના બિલને લઈ ણે પહેલેથી જ કાનૂન અને કૃષિ નિષ્ણાંતોની સલાહ લઈ રહ્યા છીએ. આ બિલથી પ્રભાવિત થનાર લોકોને બચાવવા માટે ભવિષ્યમાં જે કંઈપણ શક્ય હશે, પંજાબ સરકાર તેના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કૃષિ બિલને લઈ સૌથી વધુ વિરોધ પંજાબ અને હરિયાણામાં થઈ રહ્યો છે. ખેડૂતોએ 24 સપ્ટેમ્બરથી લઈ 29 સપ્ટેમ્બર સુધી પંજાબમાં રેલ રોકો આંદોલન પણ શરૂ કરી દીધું છે. જ્યારે સોમવારે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કરવા એક ટેક્ટરને ભડકે બાર્યું હતું. આ ઘટના બાદ ઘટના સ્થળે હડકંપ મચી ગયો અને દિલ્હી પોલીસે પાંચ લોકોને કસ્ટડીમાં લઈ લીધા. કસ્ટડીમાં લેવાયેલા પાંચેય લોકો પંજાબના જ રહેવાસી છે.

APMC, ભૂમિ સુધાર કાયદામાં સુધારાના વિરોધમાં આજે કર્ણાટક બંધAPMC, ભૂમિ સુધાર કાયદામાં સુધારાના વિરોધમાં આજે કર્ણાટક બંધ

English summary
punjab cm captain amrinder singh called on strike against farm bill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X