For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ CM ચન્નીએ મફત શિક્ષણ, સારી સ્વાસ્થ્ય સુવિધા અને 1 લાખ યુવાનોને રોજગારનુ આપ્યુ વચન

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ અમુક વચનો આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ મફત શિક્ષણ અને સારી સ્વાસ્થ્ય સુવિધાઓનુ વચન આપ્યુ છે. ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યમાં સત્તામાં આવ્યા બાદ પંજાબના યુવાનોને 1 લાખ નોકરીઓ આપવા, મફત શિક્ષણ અને સ્વાસ્થ્યનુ વચન આપ્યુ છે.

charanjit singh channi

યુવાનોને નોકરીઓનુ આશ્વાસન આપીને ચન્નીએ કહ્યુ કે દરેક યુવાન પાસે નોકરી હોવી જોઈએ. અમે સરકારી અને ખાનગી નોકરીધારકો અને વિદેશોમાં અભ્યાસ કે કામ કરવાના ઈચ્છા ધરાવતા લોકો માટે લોન આપીશુ અને એક ગેરેન્ટી યોજના શરુ કરીશુ. આવા ઉમેદવારોની વિદેશ યાત્રાની સુવિધા માટે યોજનાઓ પણ શરુ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે મને માત્ર ત્રણ મહિના મળ્યા પરંતુ જો મને પાંચ વર્ષ મળશે તો હું એક લાખ નોકરીઓને મંજૂરી આપીશ.

ચન્નીએ છ મહિનામાં ગરીબો માટે આવાસનુ પણ વચન આપ્યુ છે. આ સાથે તેમણે કહ્યુ, લોટ-દાળથી જ પેટ ભરાશે પરંતુ પંજાબના વિકાસ માટે શિક્ષણ જ ખૂબ જરુરી છે. પરંતુ ખાનગી સંસ્થાઓમાં ભણતર ખૂબ મોંઘુ છે. અમે શિક્ષિત છીએ કારણકે અમારા માતાપિતાએ ખૂબ મહેનત કરી છે માટે અમે એ સુનિશ્ચિત કરવાનો નિર્ણય કર્યો છે કે સરકારી સ્કૂલોમાં શિક્ષણ મફત હશે.

તેમણે કહ્યુ કે પછાત વર્ગના છાત્રો માટે છાત્રવૃત્તિ યોજનાઓ, જેને અકાલી સરકાર દરમિયાન ખતમ કરી દેવામાં આવી હતી. એ યોજનાઓને ફરીથી શરુ કરવામાં આવશે. સામાન્ય વર્ગના ગરીબ છાત્રો અને ખેડૂત પરિવારથી આવતા છાત્રોને પણ છાત્રવૃત્તિ મળશે. ફી માટે ઓછા નિયમ હશે. ચન્નીએ એ પણ કહ્યુ કે અમે શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવાસમાં લાભ આપીશુ. અમે નાના વેપારીઓને ટેક્સમાં છૂટ મળે તેને પ્રયત્ન કરીશુ.

English summary
Punjab elections: CM Channi promises free education, better health facilities and employment to 1 lakh youth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X