For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ ઘર ઘર રોજગાર યોજના બેરોજગારો માટે બની વરદાન

પંજાબ ઘર ઘર રોજગાર યોજના બેરોજગારો માટે બની વરદાન

By Desk
|
Google Oneindia Gujarati News

ઘર ઘર રોજગાર યોજના પંજાબ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી બેરોજગાર લોકોને ઘરે બેઠા રોજગારની સૂચના ઉપલબ્ધ કરાવવામાં આવશે. તથા રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યમાં રહેતા તમામ નાગરિકો માટે આ યોજનાના માધ્યમથી દરેક પરિવારના એક બેરોજગાર વ્યક્તિને સરકાર રોજગાર અપાવશે. આ સ્કીમ અંતર્ગત વિવિધ સ્થાનોએ રોજગારો માટે મેળા આયોજિત કરવામાં આવશે. રાજ્યના તમામ બેરોજગાર યુવાનો રોજગાર મેળામાં ભાગ લઈ શકે છે અને રોજગાર મેળવવાનો લાભ લઈ શકે છે. પંજાબ સરકારની આ યોજનાના માધ્યમથી બેરોજગારીની સમસ્યા ઘટાડી શકાય છે.

bhagwant mann

નોંધનીય છે કે રોજગાર પ્રાપ્ત કરવા માંગતા યુવાઓએ પોતાના અંગત અને શૈક્ષણિક યોગ્યતાની જાણકારી આપવી પડશે. યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ પંજાબ ઘર ઘર યોજનાના પોર્ટલ અંતર્ગત રજિસ્ટ્રેશન કરવું પડશે. બેરોજગાર યુવાનો માટે પોર્ટલ પર તમામ પ્રકારની નોકરીઓ અને અપડેટ મૂકવામાં આવે છે ઉપરાંત ગવર્નમેન્ટ અને પ્રાઈવેટ જોબ માટે પોર્ટલ પર નવીનતમ અપલોડ કરવામાં આવેલી નોકરીની તપાસ કરી શકો છો અને બેરોજગાર યુવાનો પોતાની મરજી મુજબ પોર્ટલ પર રોજગારની પસંદગી કરી શકે છે.

પંજાહબ સરકારે પંજાબ ઘર ઘર યોજનાની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પંજાબના જે યુવાનો રોજગાર શોધવા માંગતા હોય તેમના માટે આ યોજના વરદાન સમાન સાબિત થઈ છે. યોજનામાં અરજી કરનાર તમામ લાભાર્થીઓને રોજગાર મેળામાં ભાગ લેવાનો અવસર પ્રદાન થશે. ઘર ઘર રોજગાર યોજના પોર્ટલ પર 4500થી વધુ કંપનીઓ રજિસ્ટર્ડ કરવામાં આવી છે. આ પોર્ટલ પર 8 લાખથી વધુ યુવાનો રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે?

ઘર ઘર રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગાર પ્રદાન કરવાનો છે. યુવાઓને તેમની યોગ્યતાના માધ્યમથી રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજના અંતર્ગત રાજ્યના યુવાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં આવશે. ઘર ઘર રોજગાર યોજના અંતર્ગત રાજ્યમાં બેરોજગારી ઘટાડી શકાશે. અને શૈક્ષણિક યોગ્યતાઓને આધારે યુવાનોને જોબ આપવામાં આવશે અને યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં આવશે. સ્કિલ ટ્રેનિંગના માધ્યમથી રોજગારના ક્ષેત્રોમાં સુધારો કરવામાં આવશે. યોજના અંતર્ગત રાજ્યના યુવાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં આવશે. ઘર ઘર રોજગાર યોજના અંતર્ગત રાજ્યમાં બેરોજગારી ઘટાડવામાં આવશે અને શૈક્ષણિક યોગ્યતાના આધારે યુવાઓને નોકરી આપવામાં આવશે. યુવાનોના ભાવીને ઉજ્જવળ બનાવવામાં આવશે. સ્કિલ ટ્રેનિંગના માધ્યમથી રોજગારના ક્ષેત્રોમાં સુધારો કરવામાં આવશે. જણાવી દઈએ કે 1,50,000થી વધુ યોવાનોને રોજગારમાં મદદ કરવા માટે કરિયર કાઉન્સલિંગના માધ્યમથી 69600 બેરોજગારોને રોજગાર ઉપલબ્ધ કરાવવાની સીમા નક્કી કરવામાં આવી છે.

પંજાબ ઘર ઘર રોજગાર યોજનાથી મળનારા લાભ

  • પંજાબ ઘર ઘર રોજગાર યોજનાના માધ્યમથી બેરોજગારીની સમસ્યામાંથી છૂટકારો મળશે.
  • યુવાનોને યોગ્યતાના આધારે જોબ આપવામાં આવશે.
  • યોજનાના માધ્યમથી તમામ બેરોજગાર યુવાનોને અવસર પ્રદાન કરવામાં આવશે.
  • રજિસ્ટ્રેશનના માધ્યમથી યુવાનોને યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
  • વિવિધ સ્થળોએ સમયે-સમયે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.
  • પંજાબ ઘર ઘર રોજગાર યોજનાના માધ્યમથી યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં આવશે અને તેમને આત્મનિર્ભર બનાવાશે.
  • રાજ્યમાં આ યોજનાના માધ્યમથી બેરોજગારીની સંખ્યામાં ઘટાડો આવશે.
English summary
Punjab Ghar Ghar Rojraj Yojana has become a boon for unemployed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X