
'પંજાબ સરકારનો ઉદ્દેશ્ય યુવાનો રોજગારનું સર્જન કરતા થાય': ડેપ્યૂટી સ્પીકર
પંજાબમાં જલંધરના ગામ ખિયાલામાં આવેલ સંત બાબા ભાગ સિંહ યૂનિવર્સિટીમાં ચાલી રહેલા યુવા મહોત્સવમાં પંજાબ વિધાનસભાના ડેપ્યૂટી સ્પીકર જય કૃષ્ણ સિંહ રોડી અને પંજાબના રાજસ્વ મંત્રી બ્રહ્મ શંકર જિંપાએ પણ હાજરી આપી. બંનેએ પોતપોતાના સંબોધનમાં કહ્યું કે રાજ્યમાં સરકારનું કૌશલ્ય આધારિત પાઠ્યક્રમ પર જોર છે. સરકાર પંજાબમાં બ્રેન ડ્રેન રોકશે અને યુવાનોને અહીં નોકરી કરવાને બદલે નોકરી આપતા બનાવવા જઈ રહી છે.
કળાના મહોત્સવ પર જોર આપતાં પંજાબ વિધાનસભાના ડેપ્યૂટી સ્પીકર જય કૃષ્ણ સિંહ રોડી અને પંજાબના રાજસ્વ મંત્રી બ્રહ્મ શંકર જિંપાએ યુવાઓને અપીલ કરતા કહ્યું કે બધાને પોતાના જીવનમાં કળાના કોઈને કોઈ રૂપમાં અપનાવવા જોઈએ. કેમ કે કળા જ આપણું જીવન છે. તેમણે કહ્યું કે યુવા મેળા યુવાનોના સંપૂર્ણ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જ્યાં તેમને પોતાની આંતરિક પ્રતિભા નિખારવાનો અવસર મળે છે.
ડેપ્યૂટી સ્પીકરે યુવાનોને યુવા મેળામાં સક્રિય રૂપે ભાગ લેતા જોઈ પોતાના કોલેજના દિવસોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, ખેલ, શિલ્પ, લેખન, વાંચન અથવા કોઈપણ કળા વ્યક્તિના વ્યક્તિત્વના ઉજ્જવળ પહેલુઓને સામે લાવવાની સાથે તેના વ્યક્તિત્વને નિખારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
રોડીએ પોતાના સંબોધન દરમિયાન એ વાત પર જોર આપ્યું કે પંજાબ સરકાર સ્થાનિક સ્તરે યુવાઓને રોજગારના અવસર પ્રદાન કરવા માટે ઠોસ પ્રયત્ન કરી રહી છે. જેથી તેમને વિદેશમાં કરિયરના અવસરોની કલાશ કરવાની જરૂરત ના પડે.
પંજાબ ફરીથી દેશનું અગ્રણી રાજ્ય બનશે
પંજાબના રાજસ્વ મંત્રી બ્રહ્મ શંકર જિંપાએ યુવાનોને ભવિષ્યના ઉદ્યમી બનવા માટે કૌશલ્ય-આધારિત અભ્યાસક્રમની આવશ્યકતા પર ભાર આપ્યો, જેના માધ્યમથી તેઓ નોકરી માંગવાને બદલે નોકરી આપતા થાય. તેમણે ફરી પૂનરાવર્તિત કર્યું કે સીએમ ભગવંત માનના નેતૃત્વમાં પંજાબને ફરી એકવાર દેશનું અગ્રણી રાજ્ય બનાવવામાં કોઈ કસર નહીં છોડે.
આ દરમિયાન ડેપ્યૂટી સ્પીકર અને કેબિનેટ મંત્રીએ આપણા ગૌરવપૂર્ણ ઈતિહાસના સંરક્ષકના રૂપમાં યુવા વિદ્યાર્થીઓની પ્રતિભાના વખાણ કર્યાં. તેમણે વિદ્યાર્થીઓને ખાસ કરીને કમજોર વર્ગોના ગુણવત્તાપૂર્ણ અને સસ્તી શિક્ષા પ્રદાન કરવા માટે સંત બાબા ભાગ સિંહ વિશ્વવિદ્યાલયના પ્રયત્નોના વખાણ કર્યા.