For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારે ખેડૂતોને આપી ભેટ, 380 રૂપિયા પ્રતિ ક્વિંટલ શેરડી ખરીદવાની જાહેરાત

ચંદીગઢ : કેન્દ્ર સરકાર દ્વારા શેરડીનો ભાવ 305 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવની જાહેરાત બાદ પંજાબ સરકારે શેરડી ખેડૂતોને 380 રૂપિયા પ્રતિ ક્વિંટલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : કેન્દ્ર સરકાર દ્વારા શેરડીનો ભાવ 305 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવની જાહેરાત બાદ પંજાબ સરકારે શેરડી ખેડૂતોને 380 રૂપિયા પ્રતિ ક્વિંટલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ શેરડીની સિઝન માટે પંજાબની પ્રાઇવેટ સુગર મીલ અને પંજાબ સરકાર વચ્ચે ઘર્ષણને કારણે સરકાર અને ખાનગી મીલ માલિકો વચ્ચે થયેલી બેઠક બાદ ભાવ વધારા અંગે સરકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Punjab government

આ સંદર્ભમાં પંજાબના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશન મુજબ શેરડીની શરૂઆતની જાતોના ભાવ ભારત સરકાર દ્વારા રૂપિયા 305 પ્રતિ ક્વિન્ટલ અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 380 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે.

જેમાં સરકાર 50 રૂપિયા અને ખાનગી ખાંડ મિલોને 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપશે. સરકારે જાહેર કરેલી મધ્યમ જાતોના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 305 અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 370 નક્કી કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને પંજાબ સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ વચ્ચે ક્વિન્ટલ દીઠ રૂપિયા 65નો તફાવત છે, જેમાંથી રૂપિયા 43.33 રાજ્ય સરકાર અને રૂપિયા 21.67 ખાનગી ખાંડ મિલો દ્વારા ચૂકવવામાં આવશે.

એ જ રીતે ઓછી ગુણવત્તા માટે ભારત સરકાર દ્વારા શેરડીનો ભાવ રૂપિયા 305 પ્રતિ ક્વિંટલ નક્કી કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે ખેડૂતોને શેરડીનો ભાવ રૂપિયા 365 પ્રતિ ક્વિન્ટલ આપવાની જાહેરાત કરી છે, જેમાં રૂપિયા 40નો તફાવત છે. પંજાબ સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ રૂપિયા 60 અને ખાનગી ખાંડ મિલો દ્વારા ખેડૂતોને રૂપિયા 20 પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવશે. આ સૂચના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, પંજાબ સરકાર શેરડીના ખેડૂતોના ખાતામાં તેના હિસ્સાના પૈસા સીધા ટ્રાન્સફર કરશે અને તમામ સુગર મિલો 20 નવેમ્બરથી શેરડીનું પિલાણ શરૂ કરવામાં આવશે.

English summary
Punjab government announced to buy sugarcane at Rs 380 per quintal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X