
લોન રિકવરી એજન્સી સામે કડક થઇ માન સરકાર, મંત્રીએ કહી આ વાત
ચંદીગઢ : પંજાબ સરકાર હવે લોન વસુલી કરવાવાળા સામે સખત એક્શન પ્લાન બનાવ્યો છે. નાણામાંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, નાગરિકો પાસેથી લોન વસુલ કરવાવાળી સંસ્થાઓ દ્વારા આરબીઆઇના ઉધાર વ્યવહાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
નાણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મારા ધ્યાનમાં એક આવી છે કે, અમુક સંસ્થાઓ નાગરિકો પાસેથી લોન રિકવર કરતા સમયે આરબીઆઇની ગાઇડલાઇનનું પાલન કરતા નથી. સરકારના ધ્યાનમાં લાવવામાં આવેલા આવી ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે અમે આરબીઆઇ સાથે વિચાર-વિમર્શ કરશું.
It has come to my attention that certain institutions are violating RBI's Fair Lending Practice Code while recovering loans from citizens. Any such instance brought to the notice of Govt will result in strict action against such institutions. We will coordinate with @RBI on this.
— Adv Harpal Singh Cheema (@HarpalCheemaMLA) October 8, 2022