For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારના મંત્રી ફગવાડા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા

પંજાબ સરકારના મંત્રી ગુરમીત સિંહ મીત હેયર ફગવાડા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ફગવાડા : પંજાબ સરકારના મંત્રી ગુરમીત સિંહ મીત હેયર ફગવાડા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, પંજાબ સરકાર રાજ્યમાં 2600 MLD ની કેપેસિટી વાળા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો દ્વારા સાફ કરાયેલા પાણીનો ખેતીમાં ઉપયોગ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરશે.

Gurmeet Singh Meet Heir

ગીરમીત સિંહ મીત હેયર આજે સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ફગવાડામાં 28 MLD સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ પાણીને સિંચાઈ માટે ટ્રીટ કરવાની રીતને જાણી હતી. અહીં તેમણે કહ્યું કે, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટ્રીટેડ પાણીનો ઉપયોગ 1000 એકરમાં સિંચાઈ માટે થઈ રહ્યો છે, જેનાથી 7500 મિલિયન લીટર ભૂગર્ભ જળની બચત થઈ છે. અહીં તેઓએ ખેડૂતોનું પણ સન્માન કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે,પંજાબ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સીવરેજ બોર્ડ, સોઈલ કન્ઝર્વેશન એન્ડ વોટર કન્ઝર્વેશન અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને ભૂગર્ભજળ બચાવવા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટ્રીટેડ વોટરના કાર્યક્ષમ ઉપયોગ માટે સાથે મળીને કામ કરે.

અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ સરકાર સતત નવા નવા પગલા ભરીને ખેતીને વધારે ઉન્નત બનાવવા માટે કામ કરી રહી છે. આ પહેલા પણ પંજાબ સરકારે ઘણા બધા પગલા ભર્યા છે.

English summary
Punjab Government Minister visits Phagwada Sewage Treatment Plant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X