For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકાર તરફથી નવાંશહરથી દિલ્લી એરપોર્ટ સુધી આજથી ચાલશે વૉલ્વો બસો, જાણો કેટલુ છે ભાડુ?

આજે એટલે કે 15 જૂનથી પંજાબથી દિલ્લી એરપોર્ટ સુધીની વૉલ્વો બસો ચાલવાની શરુ થઈ જશે.

|
Google Oneindia Gujarati News

નવાંશહરઃ પંજાબના શહેરોથી દિલ્લી એરપોર્ટ માટે શરુ થનાર વૉલ્વો બસોમાં સીટનુ બુકિંગ ઑનલાઈન કરી શકાય છે. પંજાબ રોડવેઝ નવાંશહર ડેપોના જીએમ જસવીર સિંહે જણાવ્યુ કે મુસાફરો punbusonline.com વેબસાઈટ પર જઈને પોતાનુ બુકિંગ કરાવી શકે છે. તેમણે કહ્યુ કે પંજાબ સરકાર તરફથી દિલ્લી એરપોર્ટ માટે શરુ કરવામાં આવેલી વૉલ્વો બસોના સંબંધમાં ટેકનિકલ અડચણો પૂરી થયા બાદ આજે એટલે કે 15 જૂનથી આ બસો ચાલવાની શરુ થઈ જશે.

volvo bus

પંજાબની વૉલ્વો બસ હોશિયારપુરથી વાયા નવાંશહર/બાલાચૌર થઈને દિલ્હી જશે. નવાંશહેર બસ સ્ટેન્ડથી આ બસ દરરોજ સવારે 7.55 વાગ્યે ઉપડશે. આ જ બસ સવારે 8.15 વાગ્યે બાલાચૌર પહોંચશે અને ત્યાંથી સવારે 8.20 વાગ્યે ઉપડશે. પંજાબ રોડવેઝ નવાંશહેર ડેપોના જીએમ જસવીર સિંહના જણાવ્યા મુજબ મુસાફરોને તેમનુ બુકિંગ કરાવ્યા બાદ બસમાં સીટો ફાળવવામાં આવશે. જ્યાં સુધી જિલ્લાની પોતાની વૉલ્વો બસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હાલ હોશિયારપુર ડેપોની બસ નવાંશહેર-બાલાચૌર થઈને પસાર થશે. આ વૉલ્વો બસ કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ થઈને જશે.

હોશિયારપુરથી દિલ્હી એરપોર્ટ માટે બસ વાયા ગઢશંકર-નવાશહેર, બાલાચૌર થઈને રાત્રે 8:40 વાગ્યે ઉપડશે અને ચંદીગઢ બાજુથી લગભગ 4:30 વાગ્યે દિલ્હી પહોંચશે અને પરત ફરતી વખતે તે 12:15 વાગે એરપોર્ટથી નવાંશહર-હોશિયારપુર માટે રવાના થશે. આ માટે પણ મુસાફરોએ ઉપરોક્ત વેબસાઇટ પરથી બુકિંગ કરાવવુ પડશે. તમને જણાવી દઈએ કે અહીંના લોકો પહેલા ખાનગી બસોથી દિલ્હી એરપોર્ટ સુધી 2500 થી 3000 રૂપિયા પ્રતિ રાઈડમાં મુસાફરી કરતા હતા પરંતુ રાજ્ય સરકારે લોકોને સરકારી વૉલ્વો બસ દ્વારા દિલ્હી એરપોર્ટ સુધી જવાની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ કર્યા પછી નવાશહેરના લોકો પ્રતિ રાઈડ 1070 રૂપિયા અને બાલાચૌરથી 990 રૂપિયા પ્રતિ રાઈડમાં આ મુસાફરી કરી શકશે.

English summary
Punjab government's Volvo buses will run from Nawanshahr to Delhi airport from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X