For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કન્યાઓના લગ્ન માટે આશિર્વાદ બની પંજાબ સરકારની આ યોજના

કન્યાઓના લગ્ન માટે આશિર્વાદ બની પંજાબ સરકારની આ યોજના

By Desk
|
Google Oneindia Gujarati News

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવી છે, પરંતુ જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે તેના માતા-પિતા પર આર્થિક બોજો આવી જતો હોય અને તેમને આર્થિક કમજોરીની ચિંતા સતાવતી હોય તે સ્વાભાવિક છે, ત્યારે પંજાબ સરકારે આવા માતા-પિતાઓની ચિંતા હળવી કરવાના ઉદ્દેશ્યથી આશીર્વાદ યોજના શરૂ કરવામાં આવી છે જે યોજના અંતર્ગત દીકરીના લગ્ન માટે સરકાર આર્થિક સહાયતા આપી રહી છે.

bhagwant mann

પંજાબ સરકારે કન્યાઓના લગ્નન માટે આર્થિક સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આશીર્વાદ યોજના શરૂ કરી છે. પહેલાં આ યોજના શગુન યોજનાના નામે ઓળખાતી હતી પરંતુ બાદમાં તેને આશીર્વાદ યોજના કરી દીધી છે. 30 ડિસેમ્બર 2020ના રોજ પંજાબ સરકારે આર્થિક રીતે કમજોર પરિવાર સાથે જોડાયેલી 19082 છોકરીઓને તેમના લગ્ન માટે 39 કરોડ રૂપિયા આપ્યા હતા. અનુસૂચિત જાતિ/ પછાત વર્ગ/ આર્થિક રૂપે કમજોર વર્ગની છોકરીઓ ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકે તેવી સુવિધા સરકારે ઉભી કરી છે.

નોંધનીય છે કે શગુન યોજના અંતર્ગત સરકાર રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે 15000 રૂપિયાની સહાયતા પ્રદાન કરી રહી હતી. નવી આશીર્વાદ યોજનામાં રાજ્ય સરકાર ગરીબ વર્ગની છોકરીઓને 15 હજારથી 21 હજાર રૂપિયાની આર્થિક સહાયતા પ્રદાન કરે છે. પરંતુ આ આર્થિક સહાયતા માત્ર 18 વર્ષથી વધુ વયની છોકરીઓ માટે જ છે.

આશીર્વાદ યોજનાની વિશેષતાઓ

  • પંજાબ રાજ્યના રહેવાસીને જ આ યોજનાનો લાભ મળી રહ્યો છે.
  • વિવાહ પર આર્થિક સહાયતા મેળવવા માંગતા વ્યક્તિએ પંજાબ સરકારની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • જે છોકરીઓની ઉંમર 18 વર્ષથી વધુની છે તેઓ આશીર્વાદ યોજના માટે રજિસ્ટ્રેશન/ અરજી કરી શકે છે.
  • રાજ્ય સરકાર સીધા લાભાર્થીના બેંક ખાતામાં સહાયતાની રકમ જમા કરાવશે.

નાણાકીય વર્ષ 2020 દરમિયાન અનુસૂચિત જાતિની 10873 છોકરીઓને આશીર્વાદ યોજના અંતર્ગત 22 કરોડનો લાભ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પછાત વર્ગ અને આર્થિક રૂપે કમજોર 8209 છોકરીઓને લગ્ન સમયે લગભગ 17 કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી હતી.

પંજાબ સરાકરની આશીર્વાદ યોજના એવા માતા-પિતા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે જેઓ આર્થિક રીતે નબળાં હોય અને પોતાની દીકરીના લગ્ન સમયે ખર્ચો ઉઠાવવો અઘરો થઈ ગયો હતો. આવા માતા-પિતાની આર્થિક મૂંઝવણ દૂર કરવાનો પંજાબ સરકારે પ્રયત્ન કર્યો છે.

English summary
Punjab govt ease burden for girls marriage on poor family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X