For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ: ભગવંત માનની ઓફિસમાં હવે કર્મચારીઓને નહી મળે ફ્રિમાં ખાવાનુ, નકામાં ખર્ચાઓ પર મુકાયો કાપ

પંજાબ સચિવાલય સ્થિત સીએમ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ હવે મફતમાં ચણાના લોટની બરફી અને પનીર પકોડા ખાઈ શકશે નહીં. મુખ્યમંત્રી કાર્યાલયે આ સંદર્ભે આદેશ પત્ર પણ જારી કર્યો છે. ભભગવંત માને ઘણા ખર્ચાઓ પર કાપ મૂક્યો છે. મુખ્યમ

|
Google Oneindia Gujarati News

પંજાબ સચિવાલય સ્થિત સીએમ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ હવે મફતમાં ચણાના લોટની બરફી અને પનીર પકોડા ખાઈ શકશે નહીં. મુખ્યમંત્રી કાર્યાલયે આ સંદર્ભે આદેશ પત્ર પણ જારી કર્યો છે. ભભગવંત માને ઘણા ખર્ચાઓ પર કાપ મૂક્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિકારીઓને મળવા આવનાર લોકોને પણ ચાની સાથે બિસ્કિટ જ આપવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જારી કરાયેલા પત્રમાં વ્યર્થ ખર્ચ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Bhagwant Mann

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલયની અલગ-અલગ શાખાઓમાં કામ કરતા અધિક્ષક અને સુરક્ષા અધિકારી (ડીએસપી) હવે માત્ર ચા અને બિસ્કિટ માટે જ સ્લિપ ભરી શકશે. નોંધપાત્ર વાત એ છેકે મુખ્યમંત્રી કાર્યાલય પર ખર્ચવામાં આવતા ભંડોળમાં ઘટાડો થયો છે. દૂધની ખરીદીમાં પણ ઘટાડો થયો છે. કોંગ્રેસ સરકાર દરમિયાન નાણાપ્રધાન મનપ્રીત સિંહ બાદલે પણ ખર્ચમાં કાપને ટાંકીને તેમની ઓફિસની બહાર નોટિસ લગાવી હતી કે 'કૃપા કરીને ચા પીવા માટે પૂછશો નહીં'. તેમણે પોતાની ઓફિસમાં ચા અને પકોડા પર પણ રોક લગાવી હતી. આ આદેશો હવે AAP સરકાર દ્વારા પણ જારી કરવામાં આવ્યા છે.

AAP સરકાર માટે રાજ્યને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો પડકાર છે. માન સરકારે સત્તામાં આવ્યાના ત્રણ મહિના બાદ 8000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કે, સરકારે 10,500 કરોડની લોન પણ માફ કરી દીધી છે. નાણામંત્રી ચીમાએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે વર્ષ 2020-21માં 42 હજાર 386 કરોડની લોન લીધી હતી. 2021-22માં 41 હજાર 83 કરોડની લોન લેવામાં આવી હતી. પંજાબ સરકારની લોન મર્યાદા 55 હજાર કરોડ છે. ચીમાએ કહ્યું હતું કે AAP સરકારે એક વર્ષમાં મહત્તમ 35 હજાર કરોડથી વધુની લોન ન લેવાનું કહેવામાં આવ્યુ હતું.

English summary
Punjab: In Bhagwant Mann's office, employees will no longer get free food
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X