For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં ભૂજળ બચાવવાનો પ્રયાસ, નિટિંગ ફેક્ટરીઓની 1500 ગેરકાયદે વૉશિંગ યુનિટો પર થશે નિગમની એક્શન

ગ્રાઉન્ડ વૉટરને બચાવવા માટે લુધિયાણા નગર નિગમે પંજાબમાં હવે નિટિંગ ફેક્ટરીઓમાં બનેલા વૉશિંગ યુનિટો પર કડકાઈ કરવાની તૈયારીઓ કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

લુધિયાણાઃ ગ્રાઉન્ડ વૉટરને બચાવવા માટે લુધિયાણા નગર નિગમે પંજાબમાં હવે નિટિંગ ફેક્ટરીઓમાં બનેલા વૉશિંગ યુનિટો પર કડકાઈ કરવાની તૈયારીઓ કરી લીધી છે. જણાવવામાં આવ્યુ છે કે નગર નિગમે આવા 1500 યુનિટની ઓળખ કરી છે જે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. તેમના ચલાન અને ગેરકાયદે યુનિટોને બંધ કરવા માટે કાર્યવાહી કરવા માટે ઓએન્ડએમ બ્રાંચને જવાબદારી આપી દેવામાં આવી છે. એડિશનલ કમિશ્નર રિશીપાલ સિંહે જણાવ્યુ કે આ ઉપરાંત મંજૂરી વિના ચાલી રહેલ કાર વૉશિંગ પૉઈન્ટ્સ પર પણ ગાળિયો કસવામાં આવશે.

waer

ચલાન-સીલિંગની કાર્યવાહી કરશે ઓએન્ડએમ બ્રાંચ

એડિશનલ કમિશનરે માહિતી આપી હતી કે શહેરમાં રહેણાંક વિસ્તારોમાં અમુક નીટિંગ યુનિટ ચાલી રહ્યા છે. સુંદર નગર, બહાદુર-કે રોડ, કક્કા રોડ, કાલી સડક, માધોપુરી, મન્ના સિંહ નગર સહિત સમગ્ર શહેરના ઘણા રહેણાંક વિસ્તારોમાં કાર્યરત એકમોમાં નીચેના માળે ગૂંથણકામ અને ઉપર વૉશિંગનુ કામ કરવામાં આવે છે. જ્યારે ટ્રીટમેન્ટ વગરનુ પાણી કોર્પોરેશનની ગટરમાં ઠાલવવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત કૉમર્શિયલ એરિયામાં એકમોનો સર્વે પણ કરવામાં આવશે અને ત્યાં પણ દરેક યુનિટની તપાસ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જેમાં બેદરકારી જાહેર થશે તેના ચલણ કાપવામાં આવશે અને 100% દંડ સાથે બ્રાંચ ચલાન અને સીલ કરવાની કાર્યવાહી કરશે.

ગેરકાયદે દારુ લઈ જતા પકડ્યો

મોગા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી તેની પાસેથી ગેરકાયદેસર દારૂની 9 બોટલો જપ્ત કરી હતી. આરોપી સામે આબકારી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મેહના પોલીસ સ્ટેશનના એએસઆઈ નછતર સિંહે જણાવ્યુ કે, મેહના ગામમાં બાતમીદારની સૂચના પર એક વ્યક્તિના સામાનની તપાસ કરતા ગેરકાયદેસર દારૂની 9 બોટલો મળી આવી હતી. પોલીસે ગીદર ભેંડી જિલ્લા લુધિયાણા ગામ રહેવાસી સુખપ્રીત સિંહ સુખાની ધરપકડ કરી છે.

English summary
Punjab: Ludhiana Municipal Corporation steps to save ground water, action will be taken on 1500 illegal washing units of factories
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X