Punjab News : ઉદ્યોગપતિઓને મળ્યા CM માન અને કેજરીવાલ, રાજ્યમાં જંગી રોકાણનો દાવો

Punjab News : આજે પંજાબ સરકાર દ્વારા આયોજિત સરકારી-ઉદ્યોગપતિઓની મીટ દરમિયાન, સ્થાનિક ઉદ્યોગોના અગ્રણીઓએ સમગ્ર રાજ્યમાં આવી બેઠકો યોજવા બદલ તેમનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, આ પ્રયાસ રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.

આજે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથેની ચર્ચા દરમિયાન ઉદ્યોગપતિઓએ સરકાર-ઉદ્યોગપતિની બેઠકનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓને તેમના વિચારો વ્યક્ત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે.

Punjab News

મુખ્યમંત્રી ભગવંત માને ઉદ્યોગપતિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પ્રશ્નો અંગે સ્થળ પર જ અનેક જાહેરાતો કરી હતી અને સંબંધિત અધિકારીઓને ઉદ્યોગપતિઓની માંગણીઓ પૂર્ણ કરવા યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. આ દરમિયાન આલ્ફા પેકેજિંગ ઉદ્યોગના મનીષ અરોરાએ લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી માનનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, લેધર કોમ્પ્લેક્સમાં ઔદ્યોગિક એકમો તરફ જતો મુખ્ય માર્ગ જર્જરિત હાલતમાં છે, જેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે રોજીંદા મુસાફરો અને મજૂરોને મોટી રાહત આપશે. અહીં 350 જેટલા ઈલેક્ટ્રીક પોલ છે અને લાઈટો લગાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ સાથે જ ગટર વ્યવસ્થા માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ ગુરશરણ સિંહે ઉદ્યોગપતિઓની માંગણીઓ ધ્યાનથી સાંભળવા બદલ પંજાબ સરકારનો આભાર માન્યો અને પડતર મુદ્દાઓ મુખ્યમંત્રીના ધ્યાન પર લાવ્યા હતા. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓને સ્વીકારીને, ભગવંત માનને ખાતરી આપી હતી કે, ઉપરોક્ત મુદ્દાઓના સુખદ ઉકેલ માટે ટૂંક સમયમાં ઉદ્યોગપતિઓ અને સંબંધિત અધિકારીઓની બેઠક નક્કી કરવામાં આવશે.

ઉદ્યોગપતિ નરિન્દર સિંહ સગ્ગુ અને ગૌતમ કપૂરે પંજાબ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને માંગ કરી કે, આ બેઠકો થોડા મહિનાઓ પછી નિયમિતપણે યોજવી જોઈએ. ગૌતમ કપૂરે જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓ સાથેની આજની મુલાકાત છેલ્લા 43 વર્ષમાં પ્રથમ છે, જે ખૂબ જ પ્રશંસનીય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X