Punjab News: ખેડૂતો માટે સારા સમાચાર, CM ભગવંત માને વધાર્યા શેરડીના ભાવ
Punjab News: પંજાબ સરકાર દ્વારા શેરડીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે કે, પંજાબમાં 11 રૂપિયા એક શુભ શુકન છે, આજે પંજાબના શેરડીના ખેડૂતોને ભાવમાં 11 રૂપિયાનો વધારો કરીને એક શુભ સંકેત આપવામાં આવ્યો છે. આવતીકાલે 2 ડિસેમ્બરના રોજ પંજાબની તમામ સહકારી અને ખાનગી ખાંડ મિલો નવા ભાવ પ્રમાણે ચાલશે.

મુખ્યમંત્રી ભગવંત માને આગળ લખ્યું છે કે, પંજાબમાં શેરડીનો દર હવે 391 રૂપિયા પર પહોંચી ગયો છે, જે દેશમાં સૌથી વધુ છે. અગાઉ શેરડીના ભાવ વધારવા માટે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભગવંત માને શેરડીના ભાવ વધારવાનું આશ્વાસન આપ્યું હતું.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભગવંત માને શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 70નો વધારો કરવાની માગણી સાથે જલંધરમાં નેશનલ હાઈવે અને રેલવે ટ્રેકને ઘણા દિવસોથી બ્લોક કરી રહેલા ખેડૂતોને આગામી દિવસોમાં સારા સમાચાર આપવાનું આશ્વાસન આપ્યું હતું. આ પછી ખેડૂતોએ તેમની હડતાળ સમાપ્ત કરી હતી. ખેડૂત સંઘના નેતાઓ વચ્ચે 90 મિનિટથી વધુ ચાલેલી બેઠક બાદ ભગવંત માન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
ભારતીય કિસાન યુનિયન (દોઆબા)ની આગેવાની હેઠળના ખેડૂતો શેરડીના ટેકાના ભાવ રૂપિયા 380 થી વધારીને રૂપિયા 450 પ્રતિ ક્વિન્ટલ કરવાની માગણી સાથે જલંધર-ફગવાડા પ્રદેશમાં ધરણા કરી રહ્યા હતા. ખેડૂતોએ જિલ્લામાં જલંધર-નવી દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલવે ટ્રેકને અવરોધિત કરીને તેમનો વિરોધ ઉગ્ર બનાવ્યો હતો. તેઓ શેરડીના પિલાણ માટે સુગર મિલોની કામગીરી ફરી શરૂ કરવાની પણ માંગ કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
