Punjab News : ડ્રગ સ્મગલિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે યોજાશે બેઠક, CM માન આપશે હાજરી
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. નશાખોરોના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મંગળવારના રોજ ડ્રગ્સની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે અને આ બેઠકનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ મહત્વપૂર્ણ બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે. ઉલ્લેખીય છે કે, આ બેઠકમાં ભારતના 10 રાજ્યો ભાગ લેશે અને આ બેઠક સવારે 11 કલાકે શરૂ થશે.












Click it and Unblock the Notifications
