Punjab News : પંજાબે માંગી વધારાની વીજળી, CM ભગવંત માને કેન્દ્રને લખ્યો પત્ર
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકારને પત્ર લખીને આવનારી અનાજની સિઝનમાં વધારાનો વીજ પુરવઠો આપવા માટેની માંગ કરી છે. ભગવંત માને કેન્દ્ર સરકાર પાસે વધારાના 1000 મેગા વોટની માંગ કરી છે.
ભગવંત માને કેન્દ્રીય ઉર્જા મંત્રી આર એ સિંહને લખેલા પત્રમાં લખ્યું હતું કે, રાજ્યની ઉત્પાદન ક્ષમતા લગભગ 6500 મેગાવોટ સુધી સીમિત હતી. જ્યારે ઉનાળામાં પીક ડિમાન્ડ 15500 સુધી પહોંચવાની શક્યતા છે.

આગામી ડાંગરની સિઝનમાં 15,500 મેગાવોટ પાવરની પીક ડિમાન્ડને પહોંચી વળવા, પંજાબના ભગવંત માને 15 જૂનથી 10 ઓક્ટોબર સુધી 1,000 મેગાવોટ પાવર સહાયની વિનંતી કરી, જે સેન્ટ્રલ જનરેટિંગ સ્ટેશન વિસ્તારમાંથી પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL)ને ફાળવવામાં આવી શકે છે.
તેમના પત્રમાં, ભગવંત માને જણાવ્યું હતું કે, PSPCL PUShP (હાઈ પ્રાઇસ ડે અહેડ માર્કેટ એન્ડ સરપ્લસ પાવર) પોર્ટલ પર પાવરની ઉપલબ્ધતા પર સતત નજર રાખે છે. પાવર એક્સચેન્જના કલેક્ટિવ ટ્રાન્ઝેક્શન ક્લોઝ દ્વારા પાવરની માંગને મજબૂત રીતે પૂરી કરી શકાતી ન હોવાથી, રાજ્યને 15 જૂનથી 15 ઓક્ટોબરના સમયગાળા માટે 1,000 મેગાવોટ RTC પાવરની નિશ્ચિત ફાળવણીની જરૂર છે.
તેમણે ઉમેર્યું હતું કે, પંજાબ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઓછા ચોમાસાના વરસાદની આગાહીને કારણે વધારાની વીજળીની જરૂરિયાત વધુ વધી છે. ખાદ્ય સુરક્ષાના રાષ્ટ્રીય હિતમાં ડાંગરની ખેતીનું રક્ષણ કરવું જોઈએ. તેથી, સેન્ટ્રલ સેક્ટરમાં જનરેટિંગ સ્ટેશનોમાંથી વધારાની પાવર ફાળવવા વિનંતી છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, વીજ મંત્રાલય દ્વારા 20 ફેબ્રુઆરીના રોજ આયાતી કોલસા આધારિત પ્લાન્ટ્સ માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 11ના અમલીકરણ અંગે સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી અને તે 15 જૂન સુધી માન્ય છે. આગામી ઉનાળાની ઋતુને કારણે CGPL, મુન્દ્રામાં અમારો 475 MWનો હિસ્સો હોવાને કારણે આ સૂચનાઓ પંજાબના કિસ્સામાં મહત્ત્વપૂર્ણ છે. પંજાબમાં ડાંગરની મોસમ 10 જૂન, 2023 થી શરૂ થશે, તેથી આ સમયગાળા દરમિયાન રાજ્યને 24 x 7 પાવરની સખત જરૂર છે. તેથી તેમણે આ સૂચનાઓને 15મી ઓક્ટોબર, 2023 સુધી લંબાવવા વિનંતી કરી છે.












Click it and Unblock the Notifications
