પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરની કડક કાર્યવાહી, સામે આવી પાંચ ઘટના
Punjab News : પંજાબના પરિવહન મંત્રી લાલજીત સિંહ ભૂલ્લરના દિશા-નિર્દેશો પર સચવામાં આવેલા મિનિસ્ટર્સ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સરકારી બસોમાંથી ડીઝલ અને ટિકિટ ચોરી સહિતની પાંચ ઘટના સામે આવી છે. આ ઘટના અને ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે, પંજાબ રોડવેઝ ચંદીગઢ બસ નંબર PB-65 A.D. 2125 માંથી આશરે 20 લીટર ડીઝલની ચોરી કરતા ડ્રાઈવર અરવિંદર સિંહ રંગે હાથે ઝડપાઈ ગયો છે.

આવી જ રીતે તરનતારન ડેપોની બસ નંબર PB-02 DR 2798 ના કંડક્ટર હરપાલ સિંહને નાહન (હિમાચલ પ્રદેશ)માં ચેકિંગ દરમિયાન ટિકિટ ચોરી કરી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. તેણે યાત્રીઓ પાસેથી 98 રૂપિયા લીધા, પરંતુ તેમને ટિકિટ આપી ન હતી.
સરહિંદ બ્રિજ પર કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન, મોગા ડેપોની બસ નંબર-PB-04-AE 1999 નિર્ધારિત રૂટને બદલે વૈકલ્પિક રૂટ પર ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.
કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, આ સિવાય બસ ચલાવતી વખતે મોબાઈલ ફોન સાંભળવા બદલ ડ્રાઈવર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે, ફગવાડામાં ચેકિંગ દરમિયાન પીઆરટીસી લુધિયાણા ડેપોની બસ નંબર PB-10-FF 3936 ના ડ્રાઈવર વિનોદ કુમાર બસ ચલાવતી વખતે ફોન સાંભળતા જોવા મળ્યા હતા, જેનાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.
આ ઉપરાંત ટિકિટ વિનાના મુસાફરો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. વાહનવ્યવહાર મંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્યના વાહનવ્યવહાર નિયામકને જાણ કરવમાં આવેવા ડ્રાઇવર્સ અને કંડક્ટર્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
