Punjab News : પંજાબ વિધાનસભામાં ગુરુવાણીનું મફત પ્રસારણ કરવાળા બિલને મળી મંજૂરી

Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર 20 જૂનના રોજ મળ્યું છે.

આ વિધાન સભાના સત્રમાં શીખ ગુરુદ્વારા(સંશોધન) બીલ 2023 વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પીટીસી ચેનલને આનો વિરોધ કરવો જોઇએ નહીં. અમારી સરકાર પીટીસીના ગુરુવાણીનું પ્રસારણ કરતા રોકી રહ્યા નથી. અમે એવું જણાવી રહ્યા છે કે, બાકી ચેનલને પણ ગુરુવાણીનું પ્રસારણ કરવાનો અધિકાર આપી રહ્યા છીએ.

Punjab News

પંજાબ સરકારના મંત્રી કુલદીપ ધાલીવાલે પંજાબ વિધાનસભામાં શીખ ગુરુદ્વારા (સંશોધન) બીલ 2023 રજૂ કર્યું હતું. આ બીલ હેઠળ શીખ ગુરુદ્વારા એક્ટ, 1925ની કલમ 125માં એક નવો વિભાગ ઉમેરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ હેઠળ એવું કહેવામાં આવ્યું હતું કે, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધકની જવાબદારી હશે કે, ગુરુના ઉપદેશોને કોઈપણ અવરોધ વિના તમામ મીડિયા પ્લેટફોર્મ પર મફતમાં ઉપલબ્ધ કરાવે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગુરુવાણી દરેકની છે, પરંતુ 11 વર્ષથી એક જ ચેનલ ચાલી રહી છે. કરાર 21 જુલાઈના રોજ સમાપ્ત થાય છે. તેમણે જણાવ્યું હતું કે, હું ક્યારે કહું છું કે, મારી ચેનલ આપો? મારી પાસે કોઈ ચેનલ નથી, તો બાદલને શું તકલીફ છે.

CM માને જણાવ્યું હતું કે, અકાલ તખ્તે SGPCને પોતાની ચેનલ બનાવવાનો આદેશ આપ્યો હતો, કેમ નહીં? ધામી સાહેબ કહે છે કે ફ્રી ટુ એર પહેલા છે. આ ફ્રી-ટુ-એર નથી, જો આવું હતું, તો પછી ગુરબાની બધી ચેનલો પર કેમ નથી આવતી? આ કોપીરાઈટ હેઠળ આવે છે.

સવાર-સાંજ ગરબા બતાવવાથી ટીઆરપી વધે છે અને તેના કારણે જાહેરાતો આવે છે. SGPC તેનો કેમેરો ઇન્સ્ટોલ કરે છે અને જેઓ પ્રસારણ કરવા માગે છે, તેમને સમાનરૂપે ફીડનું વિતરણ કરે છે.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, એક્ટમાં લખવામાં આવ્યું છે કે, હરમંદિર સાહિબથી પ્રસારિત થતી ગુરબાની સમાપ્ત થયાના અડધો કલાક પહેલા અને અડધા કલાક પછી કોઈ જાહેરાત ચલાવવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, સિમરન નામની પીટીસી ચેનલ છે. મને જાણવા મળ્યું છે કે, આ ચેનલ SGPC હસ્તક લેશે જેથી પ્રસારણ તેની પાસે જ રહેશે. હું ઈચ્છું છું કે તમે જે પણ ચેનલ સેટ કરો, તેના પર ગુરુવાણી આવવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X