For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની કરી ધરપકડ, 20 પિસ્તોલ જપ્ત

પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (એજીટીએફ) એ આજે ​​જૂના અંબાલા રોડ ઢાકોલીમાંથી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માનના દિશા-નિર્દેશ મુજબ અસામાજિક તત્વો વિરુદ્ધ શરૂ કરાયેલી ઝુંબેશના ભાગરૂપે પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (એજીટીએફ) એ આજે ​​જૂના અંબાલા રોડ ઢાકોલીમાંથી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ બંટી નિવાસી જૈન ચોક, તેલીવાડા, જિલ્લો ભિવાની (હરિયાણા) તરીકે કરવામાં આવી છે, જે શસ્ત્રોની આંતરરાજ્ય દાણચોરી કરે છે.

punjab

આ મોટી સફળતા અંગે માહિતી આપતા પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યુ કે એજીટીએફ જિલ્લા પોલીસ એસ.ઓ.એસ નગર સાથેના સંયુક્ત ઑપરેશન દરમિયાન બંટીની 20 પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 3.30 કેલીબરની 2 મેગેઝીન, બે એમએમની 2 મેગેઝીન અને 15 ઈન્ડિયન મેડ પિસ્તોલો સહિત 40 જીવતા કારતૂસ અને 11 મેગેઝીનો સામેલ છે. પોલીસે આરોપી પાસેથી એક ઈનોવા કાર પણ કબજે કરી છે. જેનો રજીસ્ટ્રેશન નંબર HR-38-Q-2297 છે.

ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યુ કે ધરપકડ કરાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ છે કે તે લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને તેને ગેંગસ્ટર સતીન્દરજીત સિંહ બ્રાર ઉર્ફે ગોલ્ડીની સૂચના પર બિશ્નોઈ ગેંગના સભ્યોને હથિયાર પહોંચાડવાનુ કામ સોંપવામાં આવ્યુ હતુ. તેણે જણાવ્યુ હતુ કે અન્ય ગુનાહિત કેસોમાં તેની સંડોવણીની ખાતરી કરવા માટે વધુ તપાસ પ્રક્રિયા ચાલુ છે. આ દરમિયાન પોલીસે ઝીરકપુરના પોલીસ સ્ટેશન ઢકોલી ખાતે આર્મ્સ એક્ટની કલમ 25(6) અને 25(7) હેઠળ એફઆઈઆર નોંધી. આઈ.આર. કેસ નંબર 118 તારીખ 02.12.2022 નોંધવામાં આવ્યો છે.

English summary
Punjab police arrested member of Lawrence Bishnoi gang
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X