For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબઃ રાજ્યસભા સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ રજૂ કર્યુ 100 દિવસનુ રિપોર્ટ કાર્ડ, CM માને વ્યક્ત કર્યો આભાર

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ તેમના 100 દિવસના કાર્યકાળનુ રિપોર્ટ કાર્ડ મીડિયા દ્વારા પંજાબના લોકો સમક્ષ રજૂ કર્યુ.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ તેમના 100 દિવસના કાર્યકાળનુ રિપોર્ટ કાર્ડ મીડિયા દ્વારા પંજાબના લોકો સમક્ષ રજૂ કર્યુ. પીસી શરૂ કરતા તેમણે કહ્યુ, 'લગ ગયી નજર પંજાબનુ કોઈ નજર ઉતારો, લૈકે કોડિયા મિર્ચા ઇસદે સિર તો વારો.' આ સાથે આગળ વધતા વિક્રમજીત સાહનીએ કહ્યુ કે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી, હું મુખ્યમંત્રી ભગવંત માન અને અન્ય પક્ષના સાથીદારોનો આભાર માનુ છુ જેમણે મને રાજ્યસભામાં મોકલ્યો. તેમણે કહ્યુ કે, મને એમપી લેન્ડ ફંડમાં અઢી કરોડ મળ્યા હતા. મે સાડા ત્રણ કરોડ ખર્ચ્યા છે.

Vikramjit Singh Sahni

એમપી સાહની કહ્યુ કે એમએસપી કમિટીમાં પંજાબનો કોઈ વ્યક્તિ નથી, એમએસપીને લઈને કમિશન બનાવવામાં આવ્યુ છે પરંતુ તેમાં પંજાબનો કોઈ વ્યક્તિ નથી. મે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, પંજાબ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારબાદ કેન્દ્રએ સ્પષ્ટ કર્યુ હતુ કે પંજાબ યુનિવર્સિટીનુ કેન્દ્રીયકરણ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. મે સરાઓ પર લાદવામાં આવેલા GSTનો મુદ્દો ઉઠાવ્યો, નાણામંત્રીને સમજાવ્યા ત્યારબાદ સરાઓ પરથી GST હટાવી દેવામાં આવ્યો.

તેમણે કહ્યુ કે, મે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે પંજાબના દેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં રાજ્યસભામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે પંજાબને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ કારણ કે તે સરહદી રાજ્ય છે. જ્યાં સુધી આપણા પંજાબના તમામ સાંસદો પંજાબના મુદ્દાઓ પર એક નહિ થાય ત્યાં સુધી પ્રશ્નોનુ નિરાકરણ નહિ આવે, બધાએ પંજાબની પાર્ટીથી ઉપર ઉઠીને સંસદમાં એક થવુ પડશે જેથી પંજાબનો અવાજ મજબૂત રીતે બુલંદ થાય.

English summary
Punjab: Rajya Sabha MP Vikramjit Singh Sahni presented 100 days report card, CM expressed gratitude
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X