પંજાબના ખેલ મંત્રીએ રાષ્ટ્રીય કોન્ફ્રન્સમાં ટેલેન્ટ હંટ પ્રોગ્રામને આગળ વધારવા પર ભાર મુક્યો
પંજાબ સરકાર રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સતત નવા પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસને લઈને રાજ્યના ખેલ મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે જમીની સ્તરેથી ખેલાડીઓની શોધ કરવાની વાત કરી છે. તેમણે યોગ્ય પ્રતિભાને આગળ લાવવા માટે ટ્રાયલનો વિસ્તાર કરવા અને સમય વધારવાની પણ વાત કરી.
ઈમ્ફાલમાં કેન્દ્રીય રમતગમત મંત્રાલય અને મણિપુર સરકાર દ્વારા આયોજિત દેશના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના રમત મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ દરમિયાન બોલતા તેમણે રમગગમત ક્ષેત્રે રાજ્ય દ્વારા કરાઈ રહેલી નવી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો.

પંજાબ સરકાર દ્વારા કરાયેલી પહેલની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, એકબીજાથી પ્રેરણા લઈને સાથે મળીને આગળ વધવું જોઈએ. આ સત્ર દરમિયાન કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મીત હેયર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની પુષ્ટિ કરી અને ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.
તેમણે અહીં પંજાબના એથલીટ આકાશદીપ સિંહનું ઉદાહરણ આપતા કહ્યું કે, જે એથલીટ સેનામાં જોડાવા દોડવા આવ્યો હતો તેને કોચે ઓળખ્યો અને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો કે તે હવે ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો છે.
બિહાર સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે પંજાબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સના સ્પોર્ટ્સ ટ્રાયલ પણ એક દિવસના બદલે એક મહિના માટે લેવામાં આવી રહ્યા છે, જેથી વાસ્તવિક પ્રતિભા સામે આવી શકે.
રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે આગળ કહ્યું કે, ઓલિમ્પિક સહિતના મોટા રમતોત્સવની તૈયારી માટે પાયાના સ્તરે ધ્યાન આપવું પડશે. રાજ્ય સરકાર હોકી ઓલિમ્પિયન બલબીર સિંઘ વરિષ્ઠ શિષ્યવૃત્તિ યોજના હેઠળ રાષ્ટ્રીય મેડલ વિજેતાઓને એક વર્ષ માટે દર મહિને 16,000 નું સ્ટાઈપેન્ડ આપે છે, જે ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે.
અહીં તેમણે પંજાબના ખેલાડીઓની પ્રતિભા વિશે વાત કરતા કોમનવેલ્થ ગેમ્સની કુસ્તી મેચોનું ઉદાહરણ આપ્યું આમાં કેનેડા અને ઈંગ્લેન્ડના મેડલ વિજેતા કુસ્તીબાજો અમરવીર સિંહ ધેસી અને મંધિર સિંહ કુનર પંજાબી મૂળના હતા અને પાકિસ્તાનના મેડલ વિજેતા લહિંદે પણ પંજાબના છે.
તેમણે ભાર મુકતા કહ્યું કે, પંજાબીઓમાં અપાર ક્ષમતા છે અને રાજ્ય સરકાર આ પ્રતિભાને ઓળખવા અને ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
