For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષે પુતિનનો ભારતને પત્ર, જાણો શુ્ં લખ્યુ પત્રમાં?

ભારત અને રશિયાએ 2022માં સંબંધોના 75માં વર્ષની ઉજવણી કરી છે. પુતિને પોતાના પત્રમાં પણ આ વાત પર ધ્યાન આપ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારત અને રશિયાની મિત્રતાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. હવે રશિયાના રાષ્ટ્રપિત વ્હાલિદિમીર પુતિને ભારતને પત્ર લખ્યો છે. આ પત્રમાં પુતિને ભારત અને રશિયાની દોસ્તીને મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પત્રમાં પુતિને દોસ્તી અને સન્માનની મજબૂત પરંપરાઓ પર વિશ્વાસ કરવાની વાત કરી છે.

russia

અહીં તમને જણાવી દઈએ કે ભારત અને રશિયાએ 2022માં સંબંધોના 75માં વર્ષની ઉજવણી કરી છે. પુતિને પોતાના પત્રમાં પણ આ વાત પર ધ્યાન આપ્યુ છે. પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા ભારત અને રશિયાના સંબંધોને લઈને મહત્વની વાતો જણાવી છે.

પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને લખ્યુ કે, બંને રાષ્ટ્રો તેમની વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ રાખશે અને મહત્વપૂર્ણ વેપારને અમલમાં મૂકશે. આર્થિક પ્રોજેક્ટ તેમજ ઊર્જા અને લશ્કરી ટેક્નોલોજી પહેલોને લાગુ કરશે. તેમણે આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે ભારતનું તાજેતરમાં શરૂ થયેલ SCO અને G20 નું પ્રમુખપદ એશિયા અને સમગ્ર વિશ્વમાં સ્થિરતા અને સુરક્ષામાં યોગદાન આપશે.

રાષ્ટ્રપતિ પુતિન તરફથી ભારતને મળેલા આ અભિનંદન સંદેશને મહત્વનો માનવામાં આવે છે. વ્લાદિમીર પુતિન આ વર્ષે અમેરિકા તેમજ ફ્રાન્સ, જર્મનીને સંદેશ નહીં મોકલશે. આ વર્ષે પુતિન પુતિન યુએસ પ્રમુખ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને નવા વર્ષની શુભેચ્છાઓ નહીં પાઠવે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ પુતિનના યુક્રેન પરના હુમલાના પરિણામે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો મુક્યા છે.

English summary
Putin's letter to India in the new year, know what was written in the letter?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X