ભારત-રશિયા સંબંધોને નવી ઉંચાઇઓ પર લઇ જશે પુતિનની યાત્રા: મોદી
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના દિલ્હી પહોંચવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ યાત્રા દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇઓ પર લઇ જશે.
મોદીએ પુતિનની સાથે નજીકની રણનીતિક સંબંધો વિશેષ રીતે પરમાણુ ઊર્જા, હાઇડ્રોકાર્બન્સ અને રક્ષાના ક્ષેત્રોમાં થનારી વાતચીત પહેલા રશિયન ભાષામાં ટ્વિટ કર્યું, રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરતા પ્રસન્નતા થઇ રહી છે. તેમણે લખ્યું, સમય બદલાઇ ગયો છે, પરંતુ અમારી મિત્રતામાં કોઇ ફેરફાર નથી આવ્યો. હવે અમે આ સંબંધને આગળના સ્તર પર લઇ જવા માંગીએ છીએ અને આ યાત્રા એ દિશામાં એક પગલું છે.


Времена изменились, а наша дружба – нет. Теперь мы хотим достичь следующего уровня нашего отношения. Этот визит – шаг в этом направлении.
— Narendra Modi (@narendramodi) December 10, 2014 પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં રશિયા કુલ 20થી 24 પરમાણુ ઊર્જા ઉત્પાદન એકમો ભારતમાં સ્થાપિત કરવાની રજૂઆત કરી શકે છે જ્યારે પહેલા 14થી 16 પરમાણુ એકમોની સ્થાપના પર સહમતિ બની હતી. આની સાથે જ બંને પક્ષોની વચ્ચે સમગ્ર ઊર્જામાં સહયોગ માટે એક રૂપરેખા બની શકે છે.

રશિયા એક નવા રશિયન ડિઝાઇનનું પરમાણુ ઊર્જા એકમના નિર્માણ માટે એક સ્થળ ફાળવવા માટે ભારતના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે અને આ મુદ્દો પણ વાતચીતમાં ઊઠી શકે છે.












Click it and Unblock the Notifications
