• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણે એર સટ્રાઈકની પુષ્ટિ, રડાર પર તસવીર કેદ

|

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી મંગળવારે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના મદરસે તાલીમ-ઉલ-કુરાનની ચાર ઈમારતોને નુકસાન પહોંચ્યું. જો કે આ હુમલામાં મરનાર આતંકીઓની જાણકારી પર આ ઉચ્ચ અધિકારિક સૂત્રોનું કહેવું છે કે આનું આંકલન કરવું કાલ્પનિક હશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સરકારના ઉચ્ચ સૂત્રોએ મસૂદ અઝહરના આતંકી ટ્રેનિંગ કેમ્પ પર હુમલામાં થયેલ નુકસાનની પુષ્ટિ કરી છે.

ગુપ્તચર એજન્સી પાસે પુષ્ત સબૂત

ગુપ્તચર એજન્સી પાસે પુષ્ત સબૂત

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સરકારી સૂત્રોનું કહેવું છે કે ગુપ્તચર એજન્સીઓ પાસે સિંથેટિક અપર્ચર રડારની તસવીરો છે જે હુમલાની પુષ્ટિ કરે છે. આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે ટાર્ગેટ કરેલ ચાર ઈમારતોને ભારતીય વાયુસેનાના મિરાજ-2000 ફાઈટર જેટ્સે 5S-2000 પ્રિસિજન ગાંઈડેન્સ દ્વારા નષ્ટ કરવામાં આવેલ છે. આ ઈમારતમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા ચલાવવામાં આવી રહેલ મદરેસાના પરિસરમાં હતી. જો કે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પર તેમનું કહેવું છે કે ટેક્નિકી ઈન્ટેલિજેન્સની સીમાઓ અને ગ્રાઉન્ટ ઈન્ટેલિજેન્સની કમીને પગલે તેનું આંકલન કરવું પૂરી રીતે કાલ્પનિક હશે.

પાકિસ્તાને કરી હુમલાની પુષ્ટિ

પાકિસ્તાને કરી હુમલાની પુષ્ટિ

પાકિસ્તાને જો કે આ ક્ષેત્રમાં ભારતના હુમલાની પુષ્ટિ કરી છે. પરંતુ તેમણે અહીં કોઈપણ આતંકી ટ્રેનિંગ કેમ્પસ કે કોઈ નુકસાન થયું હોવાનો ઈનકાર કર્યો છે. એક અધિકારીએ કહ્યું કે હુમલા બાદ પાકિસ્તાની સેનાએ મદરેસાને સીલ કેમ કરી દીધું? મદરેસામાં પત્રકારોને જવાની મંજૂરી કેમ નથી આપવામાં આવી રહી? અમારી પાસે એસએઆર ઈમેજરીના રૂપમાં સબૂત છે કે ઈમારતનો ઉયોગ ગેસ્ટ હાઉસની જેમ કરવામાં આવી રહ્યો હતો, જ્યાં મૌલાના મસૂદ અઝહરનો ભાઈ રહેતો હતો. એક એલ આકારની ઈમારમાં તે લોકો રહેતા હતા જેઓ ભરતી માટે આવતા હતા. આ ઉપરાંત અન્ય એક ઈમારત હતી, જ્યાં એવા આતંકવાદીઓ રહેતા હતા જેમની ટ્રેનિંગ અંતિમ પડાવમાં હોય. આ તમામ ઈમારતને મિરાજના બોમ્બે નિશાન બનાવી. સૂત્રોએ આ વાતનો પણ ઈનકાર કર્યો છે કે ભારતીય વાયુસેનાના બોમ્બ જાબા ગામની એ પહાડી પર પણ પડ્યા જ્યાં પાકિ્સતાનની સેના કેટલાક પત્રકારોને ખાડા અને ધરાાશાયી થયેલ વૃક્ષો દેખાડવા લઈ ગઈ હતી. સૈન્ય અધિકારીએ કહ્યું કે જો માત્ર એસ-2000 પીજીએમ ફાયર કરવામાં આવી તો ખાડા અથવા ટૂટેલાં વૃક્ષોની કોઈ સંભાવના નથી. આ બોમ્બ ધરતી પર જઈને ફાટે છે, જેનાથી એક ટીલું જરૂર બની જશે.

તસવીર રિલીઝ કરવાનો ફેસલો સરકાર પર

તસવીર રિલીઝ કરવાનો ફેસલો સરકાર પર

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકની તસવીરો સાર્વજનિક કરવા પર અધિકારીએ કહ્યું કે આ રાજનૈતિક નેતૃત્વએ નક્કી કરવાનું છે કે તસવીર રિલીઝ કરવી કે નહિ. એસએઆરની તસવીર સેટેલાઈટની તસવીર જેવી સાફ નથી અને મંગળવારે ગાઢ વાદળો હોવાથીં અમે સારી સેટેલાઈટ તસવીર ન લઈ શક્યા. જો તે હોત તો વિવાદ જ ખતમ થઈ જાત. જૈશના મદરેસાને હુમલા માટે બહુ સાવધાનીથી પસંદ કરવામાં આવ્યું હતું કેમ કે આ અવાવરૂ જગ્યા હતા અને અહીં કોઈ સામાન્ય નાગરિકો મૃત્યુ પામવાની સંભાવના ના બરાબર હતી. વાયુસેનાને સટીક અને યુગ્ય સમયે સૂચનાઓ મળી. તેમણે જણાવ્યું કે વાયુસેનાએ ઈમારતોને ઈઝરાયલી એસ-2000PGM બોમ્બથી ટાર્ગેટ બનાવી. આ બોમ્બ ઈમારતને માત્ર નષ્ટ નથી કરતા બલકે ઈમારતમાં ઘૂસ્યા બાદ પણ નુકસાન કરે છે. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે એસ-2000 બહુ સટીક, જૈમર-પ્રૂફ બોમ્બ છે જે ગાઢ વાદળોમાં પણ કામ કરે છે. આ બોમ્બ પહેલા છતથી અંદર ઘૂસસે છે અને બાદમાં થોડી વારમાં જ તે બ્લાસ્ટ થાય છે. કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર ઉડાવવા માટે આ બોમ્બનો ઉપયોગ થાય છે જે ઈમારતને નુકસાન નથી પહોંચાડતો પણ અંદર બધું જ તબાહ કરી મૂકે છે. સૉફ્ટવેરમાં છત કેવા પ્રકારની છે, તેનું ત્રિજ્યાફળ, વ્યાસ, જાડાઈ બધું ફીડ કરવું પડે છે, જે હિસાબે જ પીજીએમ કેટલા સમય બાદ ફાટશે તે નક્કી કરવામાં આવે છે.

અભિનંદનના છુટકારા વચ્ચે પાકિસ્તાનના ખતરનાક ષડયંત્રનો ખુલાસો, મળ્યાં સબૂત

English summary
radar imagery confirms Indian Air Force air strike Jaish-e-Mohammad Madrasa at balakot in pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more