ફરી એકવાર સમાચારોમાં આવી રાધે માં, જાણો કારણ

Posted By:
Subscribe to Oneindia News

ફરી એકવાર પોતાને દુર્ગા માતાનો અવતાર કહેનાર વિવાદિત ગોડમધર રાધે માં સમાચારોમાં આવી છે. આ વખતે તેઓ સમાચારમાં કોઈ વિવાદ અથવા આરોપોને કારણે નથી આવી. પરંતુ તેમને સુવર્ણ મંદિરમાં એક મોટું દાન કર્યું છે જેને કારણે તેઓ સમાચારમાં છે. ખરેખર રાધે માં 24 માર્ચ દરમિયાન અમૃતસર માં ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા. જ્યાં તેમને લંગર સેવા માટે 20 લાખ રૂપિયા જેટલી કિંમતના વાસણ દાનમાં આપ્યા. ત્યારપછી તેઓ સમાચારમાં આવી ગયા.

રાધે માં પહોંચી સુવર્ણ મંદિર, 20 લાખના વાસણ દાન કર્યા

રાધે માં પહોંચી સુવર્ણ મંદિર, 20 લાખના વાસણ દાન કર્યા

આ વિશે જયારે મીડિયા ઘ્વારા તેમને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમને જણાવ્યું કે તેઓ એક સેવિકા છે અને તેમના ગુરુદેવ પાસેથી તેમને જે મળ્યું છે તેને તેઓ દાન કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાધે માં ઘ્વારા સુવર્ણ મંદિર લંગર સેવા માટે 12,000 થાળી, 10,000 ગ્લાસ અને 10,000 ચમચી દાનમાં આપી છે. રાધે માં ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવે ભક્તો નવા વાસણમાં ખાઈ શકશે એટલે તેઓ ખુશ છે.

રાધે માંનું સાચું નામ

રાધે માંનું સાચું નામ

તેમનું સાચું નામ સુખવિંદર છે. 18 વર્ષે તેમના પિતાએ રાધેમાં લગ્ન મનમોહન સિંહ સાથે કરાવ્યા. પતિના વિદેશ ગયા બાદ રાધેમાં સાધ્વી તરીકેના પોતાના જીવનની શરૂઆત કરી.

રાધે માં પર આરોપ

રાધે માં પર આરોપ

રાધે માં વર્ષ 2015 દરમિયાન વિવાદોમાં આવી જયારે એક મોડલ ઘ્વારા તેમના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવવમાં આવ્યો હતો. રાધે માં જ્યાં રહે છે તેવા ગુપ્તા પરિવારની વહુએ રાધેમાં સમેત અન્ય 7 લોકો પર દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો છે.

ગ્લેમરસ રૂપમાં તેમનું સ્ટેજ પણ સજાવવામાં આવે છે.

ગ્લેમરસ રૂપમાં તેમનું સ્ટેજ પણ સજાવવામાં આવે છે.

વળી ભક્તોની સમસ્યાનું સમાધાન તે લાલ ગુલાબનું ફૂલ આપીને કરે છે. વળી ગ્લેમરસ રૂપમાં તેમનું સ્ટેજ પણ સજાવવામાં આવે છે. મુંબઇ, દિલ્હી, પંજાબ સમેત અનેક રાજ્યોમાં તેમના નામનું ટ્રસ્ટ પણ ચાલે છે.

મોઢું બંધ કરીને હસવું તેમનું સિગ્નેચર સ્ટાઇલ

મોઢું બંધ કરીને હસવું તેમનું સિગ્નેચર સ્ટાઇલ

મોઢું બંધ કરીને હસવું તેમનું સિગ્નેચર સ્ટાઇલ છે. તેઓ લાલ રંગના કપડાં પહેરે છે અને હાથમાં ત્રિશુલ રાખે છે. કહેવામાં આવે છે કે તેના કારણે જ તેઓ માં દુર્ગા સાથે સાક્ષાત્કાર કરે છે.

રાધે માં

રાધે માં

રાધે માં ગ્લોબલ મીડિયા એડ કારોબારથી પણ જોડાયેલી છે. રાધેમાં પોતાને દુર્ગા માંનો અવતાર કહે છે. જો કે તે મોટે ભાગે મૌન વ્રત પાળવાનું વધુ પસંદ કરે છે. રાધેમાં અને તેમના ભક્તો સત્સંગમાં ખૂબ ડાન્સ કરે છે. વળી કેટલીક વાર તેમના ભક્તો તેમને ખભા પર પણ ઉઠાવી લે છે.

English summary
The self-proclaimed Godwoman Radhe Maa, often in news for courting controversies one after the other today donated crockery worth Rs 20 lakh in Amritsar's Golden Temple.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.