For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલના બે સપ્તાહ પહેલા અનિલ અંબાણી મળ્યા હતા ફ્રાંસના સંરક્ષણ અધિકારીઓને

રાફેલ ડીલ વિશે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ માર્ચ 2015માં અનિલ અંબાણી ફ્રાંસના સંરક્ષણ મંત્રી જીન વ્યેસ લે ડ્રિયાનની ઓફિસમાં તેમની મુલાકાત કરવા પહોંચ્યા હતા.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ વિશે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ માર્ચ 2015માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 36 રાફેલ ફાઈટર એરક્રાફ્ટની ડીલનું ફ્રાંસ સાથે એલાન કર્યુ હતુ તે સમયે અનિલ અંબાણી ફ્રાંસના સંરક્ષણ મંત્રી જીન વ્યેસ લે ડ્રિયાનની ઓફિસમાં તેમની મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન અનિલ અંબાણીએ સંરક્ષણ મંત્રીના મોટા સલાહકારો સાથે મુલાકાત કરી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર આ મુલાકાતમાં સંરક્ષણ મંત્રીના વિશેષ સલાહકાર જીન ક્લાઉડે મેલેટ, ઈન્ડસ્ટ્રી સલાહકાર ક્રિસ્ટોફર સોલોમન અને ટેકનિકલ સલાહકાર જ્યેફરી બૉયકૉટ શામેલ હતા.

ડીલ પહેલા મહત્વની બેઠક

ડીલ પહેલા મહત્વની બેઠક

અંબાણીની મુલાકાતને સોલોમને ગોપનીય અને સુનિયોજિત ગણાવતા કહ્યુ હતુ કે તમે આટલા ઓછા સમયમાં આ મુલાકાતને સમજી શકો છો. આ મુલાકાતમાં અંબાણીએ એરબસ હેલીકોપ્ટર જેમાં કોમર્શિયલ અને ડિફેન્સ હેલીકોપ્ટર શામેલ છે, બંને ક્ષેત્રોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે એમઓયુની પણ ચર્ચા કરી હતી જેની તૈયારી કરવામાં આવી રહી હતી. તેમણે પીએમ મોદીના પ્રવાસ દરમિયાન આ એમઓયુમાં શામેલ થવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

અંબાણીની મુલાકાત

અંબાણીની મુલાકાત

જ્યારે અંબાણી ફ્રાંસના સંરક્ષણ મંત્રીની ઓફિસમાં ગયા હતા તો તે સમયે તેમને એ વાતની જાણકારી હતી કે પ્રધાનમંત્રી મોદી એપ્રિલ 9-11, 2015 વચ્ચે ફ્રાંસનો પ્રવાસ કરશે. જોવાની વાત એ છે કે અંબાણી પીએમના એ દળનો હિસ્સો હતા જ્યારે તે 36 રાફેલ એરક્રાફ્ટની ટીમનો હિસ્સો હતો જેમાં પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિએ આના પર સંયુક્ત નિવેદન જાહેર કર્યુ હતુ. રસપ્રદ વાત એ છે કે 28 માર્ચ 2015ના રોજ રિલાયન્સ ડિફેન્સને આ ડીલમાં શામેલ કરવામાં આવ્યા હતા. એ જ સમયે અંબાણીએ ફ્રાંસના સંરક્ષણ મંત્રીના કાર્યાલયનો પ્રવાસ કર્યો હતો અને મોટા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

સીએજી રિપોર્ટ

સીએજી રિપોર્ટ

તમને જણાવી દઈએ કે રાફેલ ડીલ પર કન્ટ્રોલર અને ઑડિટર જનરલ (કેગ) એ પોતાનો રિપોર્ટ સોમવારે રાષ્ટ્રપતિને મોકલી દીધો છે. મંગળવારે કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. જણાવવામાં આવ્યુ છે કે કેગનો જે રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યો છે તેમાં રાફેલની કિંમતનો ઉલ્લેખ નથી. કોંગ્રેસ રાફેલ ડીલમાં ભારે ગોટાળાનો આરોપ લગાવીને સતત સરકાર પર હુમલા કરી રહી છે. આ તરફ સરકાર તરફથી ડીલને પારદર્શી ગણાવવામાં આવી રહી છે.

કોંગ્રેસ હુમલાવર

કોંગ્રેસ હુમલાવર

આ રિપોર્ટ રજૂ થતા પહેલા જ કોંગ્રેસે આના પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું કહેવુ છે કે સીએજીના ચેરમેન રાફેલ ડીલમાં પોતે જ શામેલ હતા એવામાં તે જાણીજોઈને આ મામલે સરકારને ક્લીન ચિટ આપી રહ્યા છે. તેમણે ચેતવ્યા છે કે અમે એ તમામ અધિકારીઓ પર નજર રાખી રહ્યા છે જે સરકાર પ્રત્યે વફાદાર બનવાની કોશિશોમાં લાગેલા છે.

આ પણ વાંચોઃ મણિકર્ણિકા વિવાદ પર કંગનાના સમર્થનમાં આવી તનુશ્રી, 'તમારી હિંમતથી ડરે છે આ લોકો'આ પણ વાંચોઃ મણિકર્ણિકા વિવાદ પર કંગનાના સમર્થનમાં આવી તનુશ્રી, 'તમારી હિંમતથી ડરે છે આ લોકો'

English summary
Rafale Deal: Anil Ambani met with French defence officials two week before the deal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X