For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલઃ સંરક્ષણ મંત્રાલયે કહ્યુ માત્ર અધૂરી છબી બતાવવાનો હેતુ

બુધવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર ચૂંટણીની બરાબર પહેલા એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા પર સંરક્ષણ મંત્રાલય તરફથી નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બુધવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર ચૂંટણીની બરાબર પહેલા એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા પર સંરક્ષણ મંત્રાલય તરફથી નિવેદન આવ્યુ છે. સંરક્ષણ મંત્રાલયનું કહેવુ છે કે અરજીકર્તાઓએ દસ્તાવેજોને માત્ર અમુક જ અને અધૂરી છબી રજૂ કરવાના હેતુથી રજૂ કર્યા. સંરક્ષણ મંત્રાલયે આ સમગ્ર મામલાને એક વાર ફરીથી આંતરિક ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા સાથે જોડાયેલી બાબત ગણાવી છે.

rafale

માત્ર એક તરફ પક્ષ

સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા તરફથી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિવેદન જાહેર કરવામાં આવ્યુ. પ્રવકતા તરફથી કહેવામાં આવ્યુ, 'રિવ્યુ પિટિશન્સમાં અરજીકર્તા એ દસ્તાવેજો પર નિર્ભર હતા જેમાંથી અમુક સાર્વજનિક નહોતા કરાવી શકાતા.' નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે અરજીકર્તાઓ દ્વારા રજૂ કરાયેલ આ દસ્તાવેજ એ બતાવવામાં નિષ્ફળ રહ્યા છે કે મુદ્દાઓને કેવી રીતે લેવામાં આવ્યા, કેવી રીતે તેનો ઉકેલ લાવવામાં આવ્યો અને કેવી રીતે અધિકારીઓ પાસેથી જરૂરી અનુમતિ લેવામાં આવી. અરજીકર્તાઓ દ્વારા રજૂ કરાયેલ તથ્ય અને રેકોર્ડ અધૂરા અને એક તરફી પક્ષ દર્શાવનાર છે. રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે એ ચુકાદો કરવાનો હતો કે આની સાથે સંબંધિત જે દસ્તાવેજ લીક થયા છે તેના આધારે રિવ્યુ પિટિશનની સુનાવણી થશે કે નહિ.

શું છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને રાફેલ ડીલ મામલે બુધવારે એ સમયે આકરો ઝટકો મળ્યો જ્યારે રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજના આધારે સુનાવણીનો ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે આ સમગ્ર બાબતે સરકારના વાંધાઓને બાજુએ મૂકી દીધા. રાફેલ મામલે ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચે એકમત ચુકાદો સંભળાવ્યો. ચુકાદામાં કહેવામાં આવ્યુ છે કે જે નવા દસ્તાવેજ સામે આવ્યા છે તેના આધાર પર આ મામલે રિવ્યુ પિટિશન પર સુનાવણી થશે. સીજેઆઈ ઉપરાંત સુનાવણીમાં જસ્ટીસ એસ કે કૌલ અને જસ્ટીસ કે એમ જોસેફ પણ શામેલ છે. સુપ્રીમ કોર્ટ હવે રિવ્યુ પિટિશન પર સુનાવણી માટે નવી તારીખ નક્કી કરશે.

આ પણ વાંચોઃ રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે ઝટકો નથીઃ રવિશંકર પ્રસાદઆ પણ વાંચોઃ રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે ઝટકો નથીઃ રવિશંકર પ્રસાદ

English summary
Rafale deal: Defence Ministry has said that petitioners are using documents with intention to present a selective and incomplete picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X