For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ પર કોંગ્રેસ સાંસદોએ રાજ્યસભાથી વોકઆઉટ કર્યું

સંસદના શીતકાલીન સત્રમાં રાફેલ ડિલનો મુદ્દો ગરમાઈ રહ્યો છે અને કોંગ્રેસ મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

સંસદના શીતકાલીન સત્રમાં રાફેલ ડિલનો મુદ્દો ગરમાઈ રહ્યો છે અને કોંગ્રેસ મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. રાહુલ ગાંધીએ લોકસભામાં રાફેલ ડીલ અંગે પીએમ મોદીને ઘેર્યા તો અરુણ જેટલીએ પણ અગસ્ટા વેસ્ટલેન્ડ, નેશનલ હેરાલ્ડ, અને બોફોર્સ મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આજે રાહુલ ગાંધીએ પીએમ મોદીને રાફેલ પર 20 મિનિટ ચર્ચા કરવાનો પડકાર આપ્યો છે. કાલે લોકસભામાં ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. કોંગ્રેસ સાંસદોએ કાગળના વિમાન બનાવીને ઉડાવ્યા હતા. લોકસભામાં આજે પણ હંગામો થવાની શક્યતા છે.

parliament

Newest First Oldest First
2:12 PM, 3 Jan

રાફેલ પર કોંગ્રેસ સાંસદોએ રાજ્યસભાથી વોકઆઉટ કર્યું, સુષ્મા સ્વરાજ વિપક્ષના આરોપોનો જવાબ આપી રહ્યા હતા.
1:06 PM, 3 Jan

ટીડીપી સાંસદોને લોકસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા, વેલમાં આવી નારેબાજી કરી રહ્યા હતા, લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
12:18 PM, 3 Jan

લોકસભાની કાર્યવાહી શરુ થતા જ વિપક્ષનો હંગામો, કાગળના વિમાન ઉડાવ્યા.
12:16 PM, 3 Jan

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધીયા, સુનિલ જાખડ અને રાજીવ સત્વ ઘ્વારા 10 એજેન્સીઓ ઘ્વારા કોમ્પ્યુટરની નિગરાની પર કાર્યસ્થગન પ્રસ્તાવ રજુ કર્યો.
12:14 PM, 3 Jan

આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ અંગે તેલુગુ દેશમ પાર્ટીના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું
12:12 PM, 3 Jan

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હંગામાની શક્યતા, આજે બિલ રજુ થઇ શકે છે
10:25 AM, 3 Jan

અરુણ જેટલીએ કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદની ગરિમાનો ખ્યાલ રાખે, તેમની પાસે આવી આશા નથી
10:24 AM, 3 Jan

રાહુલ ગાંધીએ કહ્યુ કે હું પ્રધાનમંત્રી પાસે રાફેલ અંગે ચર્ચા કરવા ઈચ્છુ છુ. તેમની પાસે હિંમત નથી. રાહુલે કહ્યુ કે અહીં સુધી કે પીએમ મોદી પ્રેસ સામે પણ નથી બેસી શકતા. મીડિયાનો સામનો પણ નથી કરવા ઈચ્છતા.
10:22 AM, 3 Jan

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે હું પ્રધાનમંત્રી મોદીને ચર્ચાનો પડકાર આપુ છુ, હું તેમની સાથે 20 મિનિટ ચર્ચા કરવા ઈચ્છુ છુ. એટલુ જ નહિ તેમણે રાફેલ ડીલ મુદ્દે એક પછી એક ઘણા સવાલોના જવાબ પણ કેન્દ્ર સરકાર પાસે માંગ્યા છે.
10:21 AM, 3 Jan

બુધવારે રાહુલ ગાંધીએ ગોવાના મંત્રીની ઓડિયો ટેપ સાંભળવાની અનુમતિ માંગી, પરંતુ લોકસભા સ્પીકરે તેનાથી ઇન્કાર કરી દીધો.

English summary
Rafale debate lok sabha triple talaq rajya sabha parliament winter session live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X