For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યો, પીએમ મોદીને કરી અપીલ

રાફેલ ડીલ પર સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યો, મોદીને અપીલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈ જેવી રીતે સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભળાવ્યો અને કેન્દ્ર સરકારને ક્લીન ચિટ આપી દીધી તે બાદ સતત આ મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલુ છે. એક બાજુ જ્યાં કોંગ્રેસે કોર્ટના ફેસલા બાદ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો અને રાફેલને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું તો બીજી બાજુ ભાજપ કોર્ટના ફેસલા બાદ કોંગ્રેસ સતત માફી માંગે તેવી માગણી કરી રહ્યા છે. આ વચ્ચે ભાજપના સાંસદ અને વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાનને આ મામલે હસ્તક્ષેપ કરવાની વાત કરી છે.

સ્વામીએ સવાલ ઉઠાવ્યો

સ્વામીએ સવાલ ઉઠાવ્યો

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મીડિયા મુજબ એટર્ની જનરલે કહ્યું કે તેમણે એફિડેવિટ તૈયાર નથી કર્યું. મને લાગે છે કે વડાપ્રધાન મોદીએ આ તપાસ કરવી જોઈએ કેમકે આ મામલે તેમણે શરમિંદા થવું પડી રહ્યું છે કે અમે અંગ્રેજીમાં એક ડ્રાફ્ટ પણ તૈયાર નથી કરી શકતા. જો એવું હોય તો આ લોકો ડ્રાફ્ટ હિન્દીમાં પણ આપી શકતા હતા. સ્વામીએ કહ્યું કે એફિડેવિટ પર સવાલ ઉભો થવો શક્ય છે કેમ કે જ્યારે પણ તેને કોર્ટમાં જમા કરાવવામાં આવે છે તો તેને સીલ બંધ લિફાફામાં જમા કરાવવામાં આવે છે. પરંતુ આ વખતે કોર્ટે ભૂલથી પોતાના ફેસલામાં આનો ખુલાસો કરી દીધો, આ કારણે જ લોકોને તેની જાણકારી થઈ ગઈ છે.

ફેસલા પર પડી શકે છે અસર

ફેસલા પર પડી શકે છે અસર

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે જો જજોએ પોતાનો ફેસલા આ એફિડેવિટના આધાર પર આપ્યો છે તો આનાથી ન્યાય પ્રક્રિયા પર અસર પડે છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલામાં પોતાનો ફેસલો સંભળાવતા કહ્યું હતું કે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલાનો રિપોર્ટ કેગને આપી દેવામાં આવી છે, જેની જાણકારી પીએસીને પણ આપી છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને દાવો કર્યો કે કોઈ પણ રિપોર્ટ પીએસીની સમક્ષ રાખવામાં આવી નથી અને ખુદ પીએસીના મુખ્યા મલ્લિકાર્જુન ખડગેએ આની પુષ્ટિ કરી છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે સુપ્રીમ કોર્ટને ભટકાવી છે અને આ મામલે કોર્ટને ખોટી જાણકારી આપી છે.

રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું

રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું

ઉલ્લેખનીય છે કે રાફેલ મામલે શુક્રવારે આપેલ કોર્ટના ફેસલામાં એક તથ્યાત્મક ભૂલ સુધારવા માટે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં પેજ 21 પર કહ્યું કે રાફેલની કિંમત સાથે જોડાયેલ વિવરણ કેગ સાથે શેર કરવામાં આવ્યું છે અને તેને પીએસી કમિટીએ પણ તપાસ્યું છે. જણાવવામાં આવ્યું છે કે એમ કહેવામાં આવનાર હતું કે કેગનો રિપોર્ટ પીએસ તપાસશે જ્યારે થઈ એમ ગયું કે પીએસી કેગના રિપોર્ટની તપાસ કરશે. આને ટાઈપિંગમાં થયેલ ભૂલ ગણાવવામાં આવી રહી છે. જ્યારે રાહુલ ગાંધીએ કેગના આ રિપ્રટ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આખરે આ રિપોર્ટ ક્યાં છે.

એમ કરુણાનિધિની મૂર્તિના અનાવરણ માટે ચેન્નઈમાં ભેગા થશે વિપક્ષના દિગ્ગજ નેતા એમ કરુણાનિધિની મૂર્તિના અનાવરણ માટે ચેન્નઈમાં ભેગા થશે વિપક્ષના દિગ્ગજ નેતા

English summary
Rafale Verdict: Subramanian Swamy I think the PM should find it out because it embarrasses him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X