For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાઘવ ચઢ્ઢાએ વિદેશમંત્રીને પત્ર લખી અબુ ધાબીમાં ફસાયેલા પંજાબીઓને પરત લાવવા વિનંતી કરી!

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ અબુ ધાબીમા ફસાયેલા પંજાબીઓને પરત લાવવા માટે વિદેશમંત્રીને પત્ર લખ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ અબુ ધાબીમા ફસાયેલા પંજાબીઓને પરત લાવવા માટે વિદેશમંત્રીને પત્ર લખ્યો છે. રાધવ ચઢ્ઢાએ અબુ ધાબીમાં ફયાયેલા 100થી વધુ શ્રમિકોને જલ્દી પરત લાવવા માટે વિદેશમંત્રી એસ.જયશંકરને વિનંતી કરી છે.

Raghav Chadha

આ પત્રમાં રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, અબુ ધાબીની ખાનગી કંપની સ્ક્વેર જનરલ કોન્ટ્રાક્ટિંગ કંપનીમાં કામ કરતા પંજાબના લગભગ 100 વતનીઓ પાસપોર્ટ વિના ફસાયેલા છે. આ કંપનીએ કથિત રીતે તેમના કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી દીધા છે. તેમણે કહ્યું કે આના કારણે પંજાબી કામદારો ઓનલાઈન અરજી કરવા છતાં ભારત પરત ફરી શકતા નથી. જ્યારે તેમના પરિવારો તેમની ટિકિટની વ્યવસ્થા કરવા તૈયાર છે.

રાઘવ ચઢ્ઢાએ પત્રમાં આગળ જણાવ્યું કે, હું આ મામલે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની અને દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને નિર્દેશ જારી કરવા વિનંતી કરું છું. ફસાયેલા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરે અને તેઓને વહેલી તકે ભારત પરત લાવે.

તેમણે ટ્વિટ કરી લખ્યુ કે, મેં વિદેશ મંત્રીને પત્ર લખીને UAEના અબુ ધાબીમાં ફસાયેલા પંજાબના કામદારોના સમૂહને સ્વદેશ પરત લાવવામાં તેમની તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરી છે. અમે અમારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

English summary
Raghav Chadha wrote a letter to the Foreign Minister to bring back the Punjabis trapped in Abu Dhabi!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X