કર્ણાટકમાં સરકાર પડી ભાંગતા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ કહી આ મોટી વાત

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પડી ભાંગ્યા બાદ કોંગ્રેસ પૂર્વ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર બનવાના પહેલા દિવસથી જ તે સ્વાર્થી લોકોના નિશાના પર હતી.

કર્ણાટકમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ મંગળવારે સાંજે સમાપ્ત થઈ ગઈ. વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં 14 મહિના જૂની કુમારસ્વમી સરકાર પોતાનો બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહી. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પડી ભાંગ્યા બાદ કોંગ્રેસ પૂર્વ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર બનવાના પહેલા દિવસથી જ તે સ્વાર્થી લોકોના નિશાના પર હતી. આજે સરકાર પડી ગયા બાદ કર્ણાટકમાં લાલચની જીત થઈ છે.

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અમુક સ્વાર્થી લોકોના નિશાના પર

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અમુક સ્વાર્થી લોકોના નિશાના પર

મંગળવારે મોડી રાતે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે પોતાના પહેલા દિવસથી જ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અમુક સ્વાર્થી લોકોના નિશાના પર હતી. પાર્ટીની અંદર અને બહાર અમુક લોકોના પોતાના સ્વાર્થના રસ્તે આ ગઠબંધન મોટી આડખીલી હતા. લાલચની જીત થઈ, કર્ણાટકના લોકોની ઈમાનદારી અને લોકતંત્રની હાર થઈ. મંગળવારે કર્ણાટક વિધાનસભામા વિશ્વાસ પ્રસ્તાવ માટે મતદાન થયુ જેમાં કુમારસ્વામી સરકારને 99 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ જ્યારે ભાજપના પક્ષમાં 105 મત પડ્યા. ગઠબંધન સરકાર કુલ 6 મતોથી પાછળ રહી ગઈ. ગઠબંધન સરકારના પડ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યુ કે કર્ણાટકની ગઠબંધન સરકારને કેન્દ્ર સરકાર, કર્ણાટકના રાજ્યપાલ, મહારાષ્ટ્ર સરકાર અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મળીને પાડી છે.

અમારી પાર્ટીમાં ક્યારેય શામેલ કરવામાં આવશે નહિ

વળી, સરકાર પડી ગયા બાદ કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા બોલ્યા કે હું ફરીથી કહેવા ઈચ્છીશ કે જે લોકો ‘ઑપરેશન કમલ'માં શામેલ થયા છે તેમને ફરીથી અમારી પાર્ટીમાં ક્યારેય શામેલ કરવામાં આવશે નહિ. ભલે આકાશ જ કેમ નીચે ના પડી જાય. સંસદમાં મતદાનની પ્રક્રિયાથી અનુપસ્થિત રહીને અમારા 15-16 ધારાસભ્યોએ વિધાનસભાનું ઉલ્લંઘન કર્યુ છે. આ બંધારણની 10મી અનુસૂચિનું ઉલ્લંઘન છે એટલા માટે તેમનુ સભ્યપદ ખતમ થઈ શકે છે.

દરેક જૂઠ છેવટે બેનકાબ થાય છે

દરેક જૂઠ છેવટે બેનકાબ થાય છે

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભાજપ પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સંસ્થાઓ અને લોકતંત્રને વ્યવસ્થિત રીતે નબળી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે એક દિવસ ભાજપને એ ખબર પડી શકશે કે બધુ નથી ખરીદી શકાતુ. એક દિવસ આવશે જ્યારે તેને ખબર પડશે કે દરેકની પાછળ ન પડી શકાય અને દરેક જૂઠ છેવટે બેનકાબ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X