For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100મી વર્ષગાંઠ પર જલિયાંવાલા બાગ પહોંચ્યા રાહુલ ગાંધી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

100મી વર્ષગાંઠ પર જલિયાંવાલા બાગ પહોંચ્યા રાહુલ ગાંધી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

|
Google Oneindia Gujarati News

અમૃતસરના જલિયાંવાલા બાગના નરસંહાર કાંડને આજે એટલે કે શનિવારે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ત્યારે અહીં એક ખાસ કાર્યક્રમ થનાર છે, જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબના રાજ્યપાલ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે સવારે અમૃતસર પહોંચી ગયા છે અને તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે હાજર રહ્યા.

જલિયાંવાલા બાગ પહોંચ્યા રાહુલ ગાંધી

જલિયાંવાલા બાગ પહોંચ્યા રાહુલ ગાંધી

શુક્રવારે મોડી રાત્રે અમૃતસર પહોંચેલ રાહુલ ગાંધીએ શ્રી અકાલ તખ્ત ગોલ્ડન ટેમ્પલમાં શીશ ઝુકાવ્યું. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ હાજર રહ્યા. શનિવારે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અવસર પર શહીદોની યાદમાં સિક્કા અને ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવશે. અગાઉ શુક્રવારે સાંજે રાજ્યપાલ વીપી સિંહ બદનૌર, મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્ડલ માર્ચ કાઢી શહીદોને શ્રદ્ધાંજલી આપી. કેન્ડલ માર્ચમાં કેબિનેટ મંત્રી સુખબિંદર સિંહ સુખસરકરિયા, ઓમ પ્રકાશ સોની, સુનીલ જાખડ, આશા કુમારી, ગુરજીત ઔજલા, સુનીલ દત્તી, ઈન્દરબીર બુલારિયા, રાજકુમાર વેરકા ઉપરાંત સ્ટૂડેન્ટ્સે પણ ભાગ લીધો હતો.

શું છે જલિયાંવાલા બાગ હત્યાકાંડ

100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1819ની વાત છે. એક બગીચામાં 15-20 હજાર ભારતીયો એકઠા થયા હતા. બધા જ શાંતિપૂર્ણ રીતે સભા કરી રહ્યા હતા. આ સભા પંજાબના બે લોકપ્રિય નેતાઓની ધરપકડ અને રોલેટના વિરોધમાં રાખવામાં આવી હતી. પરંતુ તેના બે દિવસ પહેલા અમૃતસર અને પંજાબમાં એવું કંઈક થયું, જેનાથી બ્રિટિશ સરકાર ગુસ્સામાં હતી. આ ગુસ્સામાં બ્રિટિશ સરકારે પોતાના જલ્લાદ ઑફિસર જનરલ ડાયરને અમૃતસર મોકલ્યા. જનરલ ડાયર 90 સૈનિકોને લઈ સાંજે 4 વાગ્યે જલિયાંવાલા બાગ પહોંચે છે. ડાયરે સભા કરી રહેલા લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

બ્રિટિશ સરકારે હજુ માફી નથી માંગી

જણાવી દઈએ કે 120 લાશ તો માત્ર એક કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી જે કુવામાં જીવ બચાવવા માટે લોકો કૂદી ગયા હતા. કહેવાય છે કે 10 મિનિટમાં 1650 રાઉન્ડ ગોળીઓ ચલાવ્યા બાદ જનરલ ડાયર એટલા માટે અટકી ગયો કેમ કે તેની ગોળીઓ ખતમ થઈ ગઈ હતી. અંગ્રેજોના આંકડા જણાવે છે કે જલિયાંવાલા બાગ કાંડમાં 279 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે કહીકતમાં એ દિવસે 1 હજારથી પણ વધુ લોકોની હત્યા થઈ હતી અને 2000 જેટલા લોકો ગોલીઓથી ઘાયલ થયા હતા. આ નરસંહાર બાદ દેશભરમાં એવો ગુસ્સો ફાટી નિકળ્યો કે બ્રિટિશ હકુમતના પાયા હલી ગયા, પરંતુ આટલું બધું થયા બાદ પણ બ્રિટિશ સરકારે આજ સુધીં આ નરસંહાર માટે માફી નથી માંગી.

તમિલનાડુ પર નાગપુરના લોકોને રાજ નહિ કરવા દઈએઃ રાહુલ ગાંધીતમિલનાડુ પર નાગપુરના લોકોને રાજ નહિ કરવા દઈએઃ રાહુલ ગાંધી

English summary
Rahul Gandhi arrives at Jallianwala Bagh on 100th anniversary, tributes to martyrs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X