રાહુલ ગાંધીએ PM પર સાધ્યુ નિશાન- કેમ ઘણા તાનાશાહોના નામ એવા છે જે 'M'થી શરૂ થાય છે?

રાહુલ ગાંધીએ લખ્યુ છે કે છેવટે બધા તાનાશાહોના નામ 'M'થી જ કેમ શરૂ થતા હોય છે?

Why do so many dictators have names that begin with 'M' asked Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત પીએમ મોદી અને તેમની સરકાર પર ટ્વિટર દ્વારા નિશાન સાધતા રહે છે. તેમની લેટેસ્ટ ટ્વિટ પર આ તરફ જ ઈશારો કરે છે. જો કે પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીનુ નામ નથી લીધુ પરંતુ તેમનો ઈશારો તેમના તરફ જ છે. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યુ છે કે છેવટે બધા તાનાશાહોના નામ 'M'થી જ કેમ શરૂ થતા હોય છે?

rahul gandhi

આ સાથે જ તેમણે વિશ્વના અમુક મુખ્ય તાનાશાહોના નામ પણ લખ્યા છે, જે નિમ્ન લિખિત છે...

  • માર્કોસ(Marcos)
  • મૂસોલિની(Mussolini)
  • મિલોસેવી(Milošević)
  • મુબારક(Mubarak)
  • મોબુતુ(Mobutu)
  • મુશર્રફ(Musharraf)
  • માઈકોમ્બરો(Micombero)
rahul

રાહુલ ગાંધીનુ આ ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે, લોકો આના પર કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ પહેલા બજેટ વિશે લખ્યુ હતુ કે ચીને ભારતની ભૂમિ પર કબ્જો કરી લીધો અને આપણા સૈનિકોને શહીદ કરી દીધા. PM ફોટો-ઑપ માટે તેમની સાથે દિવાળી મનાવે છે. તેમણે જવાનો માટે રક્ષા બજેટ કેમ નથી વધાર્યુ? તમને જણાવી દઈએ કે ટ્વિટ દ્વારા સતત રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવામાં લાગ્યા છે. આ પહેલા તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મોદી સરકારની ઉદાસીનતા અને અહંકારે 60થી વધુ ખેડૂતોના જીવ લઈ લીધા. ખેડૂતોના આંસુ લૂછવાના બદલે સરકાર તેમના અશ્રુ ગેસના ગોળા છોડી રહી છે. આ રીતની ક્રૂરતા સાંઠગાંઠવાળા અમીરોના હિતોને વધારવા માટે છે.

દેશ એક વાર ફરીથી ચંપારણ જેવી દૂર્ઘટના સહન કરવા મજબૂર

એટલુ જ નહિ તેમણે આગળ લખ્યુ હતુ કે દેશ એક વાર ફરીથી ચંપારણ જેવી દૂર્ઘટના સહન કરવા જઈ રહ્યો છે. ત્યારે અંગ્રેજ કંપની બહાદૂર હતા હવે મોદી-મિત્ર કંપની બહાદૂર છે. પરંતુ આંદોલનનો દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે જે પોતાના અધિકાર લઈને જ રહેશે. તમને જણાવી દઈએ કે હરિયાણાના જિંદ જિલ્લામાં કંડેલા ગામ સ્થિત રમતગમત સ્ટેડિયમમાં આજે ખેડૂતોની રાજ્ય સ્તરીય મહાપંચાયત થશે જેમાં ભારતીય ખેડૂત સંગઠનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈત પણ શામેલ થશે. આ પહેલા ખેડ઼ૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામનુ એલાન કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X