For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્રકારોની મોત મામલે રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કર્યો

પત્રકારોની મોત મામલે રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કર્યો

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોનાનો કહેર પોતાની ચરમ સીમા પર પહોંચી ગયો છે. દરરોજ કોરોનાના લાખો મામલા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાએ લાખો લોકોના જીવ ભરખી લીધા છે. પાછલા મહિને ભારતમાં કોરોનાના મામલામાં ભારે વધારો થયો, જેમાં કેટલાંય મોટાં નામ સાથે 2 નામી પત્રકારોએ પણ કોરોનાના લપેટામાં આવી પોતાના જીવ ગુમાવ્યા. આંકડા મુજબ અત્યાર સુધી 165 ભારતીય પત્રકાર કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

rahul gandhi

દેશમાં કોરોનાના કારણે થયેલ પત્રકારોના મોત પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલ્યો. તેમણે ટ્વીટ કરી લખ્યું, 'જે 24 કલાક તમને દેખાડે છે, તેમની હાલત એકવાર તો જુઓ. આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી 165 પત્રકારો કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. એપ્રિલમાં લગભગ દરરોજ 2 પત્રકારોના જીવ ગયા.'

દિલ્હી આધારિત ધારણા અધ્યયન સંસ્થાન મુજબ 1 એપ્રિલ 2020થી 28 એપ્રિલ 2021 સુધી કોરોનાના કારણે ઓછામા ઓછા 101 પત્રકારોના જીવ ગયા. આ ઉપરાંત જાન્યુઆરી 2021 બાદથી કોવિડ સંબંધિત જટિલતાઓને કારણે 50થી વધુ પત્રકારોના નિધન થયાં છે. ધારણા અધ્યયન સંસ્થાનના અધ્યયન મુજબ આ વર્ષે પાછલા ચાર મહિનામાં 56 પત્રકારોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા, જેમાંથી 52 એકલા એપ્રિલ મહિનાના જ છે.

કોરોના વિરૂદ્ધ જંગમાં દિલ્લી સરકારને હાઇકોર્ટે પુછ્યા સવાલ- આર્મી પાસે કેમ નથી માંગી રહ્યાં મદદકોરોના વિરૂદ્ધ જંગમાં દિલ્લી સરકારને હાઇકોર્ટે પુછ્યા સવાલ- આર્મી પાસે કેમ નથી માંગી રહ્યાં મદદ

અધ્યયન મુજબ 1 એપ્રિલ 2020થી 28 એપ્રિલ 2021 દરમ્યાન 101 પત્રકારોના મોત થયાં. 1 એપ્રિલ 2021થી 28 એપ્રિલ 2021 સુધી 52 પત્રકારોના કોરોનાના કારણે મોત થયાં. આ મોતમાંથી 19 પત્રકારોના મોત ઉત્તર પ્રદેશ, 17 પત્રકારોના મોત તેલંગાણા અને 14 પત્રકારોના મોત મહારાષ્ટ્રમાં થયાં. આ અધ્યયનમાં એવા પત્રકારોને સામેલ કરવામાં આવ્યા છે જેઓ સમાચારના ક્ષેત્રમાં સ્ટ્રિંગર, ફ્રી લાંસર, ફોટો જર્નલિસ્ટ અને સિટીજન જર્નલિસ્ટ તરીકે કામ કરે છે.

English summary
Rahul Gandhi attacked Modi over the death of journalists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X