રામલીલામાં રામજી પણ હવે મોદીનું માસ્ક પહેરીને આવશે-રાહુલ ગાંધી

Written By:
Subscribe to Oneindia News

પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને કારણે ચોતરફ કોલાહલ જામ્યો છે. એવામાં સોમવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા વાણી પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આરબીઆઇ નું નિર્માણ કર્યું અને તેને હંમેશા મજબૂત રાખ્યું. આબીઆઇ એક એવી સંસ્થા છે જે આર્થઇક નિર્ણયો લે છે, આથી તેમણે સરકારના દબાણમાં ન આવવું જોઇએ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મિનિટમાં આરબીઆઇની આત્માની હત્યા કરી દીધી.

rahul gandhi

મહાત્મા ગાંધીની તસવીર ખાદી ગ્રામોદ્યોગના કેલેન્ડર પરથી હટાવવાની મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, જેમણે આપણા ત્રિરંગા માટે છાતી પર ત્રણ ગોળીઓ ઝીલી, મોદીએ તેમનો જ ફોટો ખસેડી દીધો. ચરખામાં ગરીબોની મહેનત સમાયેલી છે. એક તરફ મોદીજી ચરખા સાથે ફોટો પડાવે છે અને બીજી બાજુ 50 ઉદ્યોગપતિઓ સાથે કામ કરે છે. રાહુલે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, હવે રામલીલામાં રામજી પણ મોદીનું માસ્ક પહેરીને આવશે.

અહીં વાંચો - સિદ્ધુ કહ્યું ભાગ "બાબા બાદલ" તો બાદલે કહ્યું દળ બદલું?

ભાજપે સમગ્ર દેશને ડરાવીને રાખ્યો છે

રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, આઝાદી બાદ 52 વર્ષો સુધી નાગપુરના આરએસએસના મુખ્યાલય પર ત્રિરંગો નહોતો લાગવાયો. તેઓ ભગવા ઝંડાને સલામ કરતા હતા, ત્રિરંગાને નહીં. છેલ્લા 7-8 મહિનાથી હું રિસર્ચ કરી રહ્યો છું, ગૂગલ પણ કર્યું અને એ જ પરિણામ સામે આવ્યું કે ભાજપ અને આરએસએસને માત્ર તોડતા આવડે છે. ભાજપે સમગ્ર દેશને ડરાવીને રાખ્યો છે. જે રીતે મોદીજીએ એક મિનિટમાં નોટબંધી પર નિર્ણય લીધો હતો, એ જ રીતે તેમણે વન રેન્ક વન પેન્શન પર પણ નિર્ણય લેવો જોઇએ.

મોદીજી થોડી તપસ્યા કરો

રાહુલ ગાંધીએ કહ્યું કે, હાથનું નિશાન દરેક ધર્મમાં જોવા મળે છે. મારુ ખિસ્સુ ફાટે કે મારો કુર્તો ફાટે તો મને એટલો ફરક નહીં પડે. પરંતુ મોદીજીના કપડા ક્યારેય નહીં ફાટ્યા હોય અને તેઓ ગરીબોનું રાજકારણ રમે છે. મોદીજી થોડી તપસ્યા કરો, પદ્માસન વાળો. દુનિયાને દેખાડો કે અમારા પીએમ એ તપસ્યા કરી છે અને તેઓ યોગના એમ્બેસેડર છે

English summary
Rahul Gandhi Attacks Narendra Modi in Rishikesh of Uttarakhand.
Please Wait while comments are loading...