સિદ્ધુ કહ્યું ભાગ "બાબા બાદલ" તો બાદલે કહ્યું દળ બદલું?

Posted By:
Subscribe to Oneindia News

બીજેપીથી અલગ પડીને હાલ કોંગ્રેસ સાથે હાથ મેળવનાર નવજોત સિંહ સિદ્ઘુએ આજે મીડિયા સમક્ષ પોતાના પર લાગેલા તમામ સવાલોના જવાબ આપ્યા હતા. કોંગ્રેસમાં આવતા જ સિદ્ધુના તીખા તેવર સ્પષ્ટ થયા હતા. સિદ્ધુ કહ્યું કે પંજાબ હાલ અસ્તિત્વની લડાઇ લડી રહ્યું છે. અને તે પંજાબને પોતાની ઓળખ પાછી અપાવશે. સિદ્ધુએ કહ્યું કે "હું જન્મજાત કોંગ્રેસી છું. પંજાબને આગળ વધારવા માટે મારે એક માધ્યમની જરૂર હતી. જે હવે મને મળી ગયો છે. કોંગ્રેસમાં આવીને મારી ઘર વાપસી થઇ છે. મારા પિતા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને હું મારા મૂળિયા સાથે પાછો જોડાયો છું.

sidhu- badal

બાબા બાદલ 
વધુમાં તેમણે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યને નશામાં ડૂબાડવા માટે તે જ જવાબદાર છે. અને હવે તેમને ખુરશી છોડીને જવું પડશે. સિદ્ઘુ કહ્યું કે"આ પ્રણ છે સિદ્ધુનો, બાદલને ખુરશીને હટાવીને જ ઝંપશે, હું કોંગ્રેસમાં અસ્તિત્વની અલખ જગાવવા માટે આવ્યો છું. જે રાજ્ય ક્યારેક ગ્રીન રેવોલ્યૂશનના નામે જાણીતું હતું ત્યાં હવે ચિટ્ટા (ડ્રગ્સ) વેચાઇ રહ્યું છે. રાજ્યના 55 ટકા યુવાનોને પાછા યોગ્ય માર્ગે લાવવાની જરૂર છે.


ભાગ બાબા બાદલ ભાગ
સિદ્ધુ પોતાના શાયરી અંદાજમાં કહ્યું કે "ભાગ બાબા બાદલ ભાગ, પંજાબની જનતા આવે છે" તેમણે કહ્યું કે પંજાબને લૂંટનારને ન્યાય અપાવીને રહીશ. અન્ય એક શાયરીમાં સિદ્ઘુ કહ્યું "પાર્ટી સારી કે ખરાબ નથી હોતી તેને ચલાવનારનો વિચાર સારો કે ખરાબ હોય છે. પહેલા અકાલી દળ પણ સારી હતી. પણ હવે નેતાઓએ અન્નદાતા પર બે કરોડનું દેવું ચઢાવી દીધુ છે."

sidhu

બીજેપી છે કૈકેઇ
નવજોત સિંહ સિદ્ધુએ આ પ્રસંગે ભાજપ પર પણ આકાર પ્રહારો કર્યા. તેણે કહ્યું કે સુખવીર બાદલે પંજાબને વેચી દીધુ છે. ભાજપ પર બોલતા સિદ્ધુ કહ્યું કે લોકો કહે છે કે સિદ્ધુ પહેલા પાર્ટી (ભાજપ) માં કહેતો હતો. પણ માં તો કૈકેઇ પણ હતી. અને બધા જ જાણે છે કે રામાયણ કોના કારણે થયું છે?

BADAL

બાદલનો વળતો જવાબ
જો કે સિદ્ધુના તેજાબી ભાષણ પર પ્રકાશ સિંહ બાદલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે "આ લોકો દળબદલું છે જે સોદા કરે છે, આ બધાને લોકો નથી જાણતા? વધુમાં આપના નેતા પર ટિપ્પણી કરતા બાદલે કહ્યું કે " "આ બધા પ્રવાસી પક્ષીઓ છે. જનતાને ખબર છે કોણ તેમના માટે કામ કરે છે."

English summary
Punjab will stand up again to punish badal family says navjot singh sidhu after joining congress. Parkash singh badal also reply on it.
Please Wait while comments are loading...