For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ માટે ડેન્ઝરસ ઇશ્ક બન્યા રાહુલ ગાંધી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[નવીન નિગમ] કોંગ્રેસમાં હાલ સૌથી મોટું સંકટ કયું છે તો કેટલાક જવાબ હવામાં ઉછાળશે, કેટલાક કહેશે તેલંગાણા, કોઇ ભ્રષ્ટાચાર, કોઇ મોંઘવારી તો કોઇ નરેન્દ્ર મોદી. પરંતુ કોંગ્રેસની અંદર નવું આ નથી. આવા મામલોનો સામનો કરતાં કોંગ્રેસને સારી રીતે આવડે છે. જે સંકટ હાલ કોંગ્રેસને પરેશાન કરી રહ્યું છે અને જેનો ઉલ્લેખ દિગ્વિજય સિંહ કરી ચૂક્યા છે તે સંકટ છે રાહુલ ગાંધીનું વડાપ્રધાન બનવા માટે રાજી ન થવું. સાચી કહીએ તો આ પણ સંકટ નથી પરંતુ રાહુલ બાબા પ્રત્યે ડેન્ઝરસ ઇશ્ક છે જેના માર્ગમાં ખીણ વધુ છે.

હુ પહેલાં પણ લખી ચૂક્યો છું કે રાહુલ ગાંધીને સત્તાની થોડી પણ ચાહત નથી કારણ કે તે તેનાથી દૂર રહેવા માંગે છે. જે વ્યક્તિને સત્તા અને તેનાથી મળનારી તાકાતને હંમેશા પોતાની આસપાસ જોઇ હોય તેને સત્તાની શું ચાહત હોઇ શકે. દિગ્વિજય સિંહે સંકેત આપ્યા છે કે તે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે નહી. દિગ્વિજય સિંહ ભલે વધુ ન કહેતાં હોય પરંતુ તે જાણતા હતા કે આગળ શું મુશ્કેલીઓ આવવાની છે.

તેમને કહ્યું હતું કે જો પાર્ટી આગામી વર્ષે થનારી ચૂંટણીમાં જીતે છે તો વડાપ્રધાન મનમોહન સિંહ ફરી એકવાર આ સર્વોચ્ચ પદના ઉમેદવાર હશે. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પહેલાં ના તો મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે છે અને ના તો વડાપ્રધાન પદના. હવે દિગ્વિજય સિંહના આ નિવેદન પર ધ્યાન આપો છે કે કોંગ્રેસ પણ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતી નથી પરંતુ દિગ્વિજય સિંહ પણ જાણે છે કે તે જે કહી રહ્યાં છે કે તે પૂર્ણ સત્ય નથી.

કોણ બનશે વડાપ્રધાન

કોણ બનશે વડાપ્રધાન

આઝાદી પછી કોંગ્રેસે ભાજપાની જેમ જાહેરાત ભલે ના કરી હોય પરંતુ વોટ આપનાર જનતાને એ તો ખબર છે કે જો કોંગ્રેસ જીતશે તો કોણ વડાપ્રધાન બનશે.

કોંગ્રેસની પરંપરા

કોંગ્રેસની પરંપરા

શરૂઆતમાં જવાહર લાલ નહેરુ, પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પછી સોનિયા ગાંધી. 2004ની ચૂંટણીમાં સોનિયા ગાંધીને જ જનતાએ વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા પરંતુ તેમને છેલ્લી ઘડીએ તાજ મનમોહન સિંહન માથે મુકી દિધો હતો. 2009માં પણ નક્કી હતું કે મનમોહન સિંહ વડાપ્રધાન બનશે.

1996ની ચૂંટણીમાં

1996ની ચૂંટણીમાં

ફક્ત 1996ની ચૂંટણીમાં જ કોંગ્રેસ કોઇ નામ વિના ચૂંટણીમાં ઉતરી હતી અને દરેક જણ જાણે છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસની કેવી હાલત થઇ હતી. માટે દિગ્વિજય સિંહ ભલે કહે કે વડાપ્રધાન જાહેર કરી કોંગ્રેસ ચૂંટણી લડી ન શકે, તો આ ખોટું છે અને એવું જ હતું તો દિગ્વિજય સિંહ થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની માળા કેમ જપી રહ્યાં હતા અને અચાનક કહેવા લાગ્યા કે કોંગ્રેસ વડાપ્રધાન જાહેર કરીને ચૂંટણી લડી ન શકાય.

મુશ્કેલી દિગ્વિજયને જોવા મળી

મુશ્કેલી દિગ્વિજયને જોવા મળી

દિગ્વિજય સિંહ પણ સમજી ગયા હતા કે કોંગ્રેસે જો મનમોહન સિંહના નામ પર ચૂંટણી લડી તો તે મુશ્કેલીમાં મુકાઇ જશે અને રાહુલ ગાંધી માની રહ્યાં નથી. જો પરેશાની દિગ્વિજય સિંહને જોવા મળી તો તે થોડા દિવસોમાં આખા કોંગ્રેસની પરેશાની હશે. આવામાં કોંગ્રેસ શું ઉપાય નિકાળશે તેને લઇને કોંગ્રેસ દુવિધામાં છે.

ત્યારે શું થશે

ત્યારે શું થશે

જો આ પરેશાની દરેક કોંગ્રેસીને સમજમાં આવી ગઇ, તો સૌથી મોટું સંકટ પાર્ટીના સંગઠન પર પડશે. ચૂંટણી આવતાં-આવતાં દિગ્ગજ નેતા છેડો ફાડીને અન્ય પક્ષમાં જોડાવાનું વિચારી રહ્યાં છે. આવા સમયે જો સૌથી વધુ ફાયદો થશે તો તે ભાજપને થશે અને આ દશામાં ચૂંટણી નરેન્દ્ર મોદી બનામ રાહુલ ગાંધી હશે નહી.

English summary
What Digvijay Singh has said is only indicating one thing and that is Rahul Gandhi has become dangerous for Congress Party. This could affect in Loksabha Elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X