For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર પર ટ્રમ્પની વાત સાચી નિકળી તો મોદીએ દેશનો દગો આપ્યોઃ રાહુલ ગાંધી

કાશ્મીર પર ટ્રમ્પની વાત સાચી નિકળી તો મોદીએ દેશનો દગો આપ્યોઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતા કરવાને લઈ આપેલ નિવેદન પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પાસેથી જવાબ માંગ્યો છે. વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે હકિકત શું છે તે પીએમ મોદી દેશને જણાવે. તેમણે કહ્યું કે આ મામલે વિદેશ મંત્રી ટ્રમ્પના દાવાને ફગાવી દે તે કાફી નથી કેમ કે જો ટ્રમ્પના નિવેદનમાં સચ્ચાઈ નિકળી તો આ મોદીનો દેશના હિત સાથે સૌથી મોટો દગો છે. એવામાં તેઓ ખુદ આ મામલે નિવેદન આપે.

ટ્રમ્પનું નિવેદન

ટ્રમ્પનું નિવેદન

સોમવારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથેની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્મ્પે કહ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે બંને દેશ વચ્ચે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે, આના માટે ભારતે પણ તેની દરખાસ્ત કરી છે. ટ્રમ્પના નિવેદનને ભારતના વિદેશ મંત્રીએ ખોટું ગણાવ્યું છે પરંતુ કોંગ્રેસ નેતાઓની માંગ છે કે ખુદ પીએમે આના પર સ્પષ્ટતા આપવી જોઈએ કેમ કે આ એક મોટો મુદ્દો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીએ તેમને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા માટે કહ્યું હતું. જો આ વાત સાચી હોય તો તે ભારતના હિત અને 1972ના શિમલા સમજૂતી સાથે દગો છે. એક કમજોર વિદશ મંત્રાલય આને નિવેદનને ખોટું ઠેરવે તેનાથી વાત નહિ બને. પીએમ મોદીએ દેશની જનતાને જણાવવું જોઈએ કે તેમની અને ટ્રમ્પ વચ્ચેની બેઠકમાં શું થયું.

રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો

રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો

રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદે માંગણી કરી છે કે મોદીએ ખુદ સંસદના બંને સદનોમાં નિવેદન આપી ટ્રમ્પના નિવેદન પર સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. બીજા વિપક્ષી દળોએ પણ મોદી સાથે ખુદ આવી મામલા પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.

વિદેશ મંત્રીએ કહ્યું, ટ્રમ્પની વાતમાં સચ્ચાઈ નથી

વિદેશ મંત્રીએ કહ્યું, ટ્રમ્પની વાતમાં સચ્ચાઈ નથી

આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે રાજ્યસભામાં કહ્યું, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર હું સદનને એ વાતનો ભરોસો આપવા માંગું છું કે આવા પ્રકારનો કોઈ અનુરોધ પીએમ મોદી કરવામાં આવ્યો નથી. ભારત પોતાની સ્થિતિ પર મક્કમ છે કે પાકિસ્તાન સાથે તમામ મુદ્દાઓને માત્ર દ્વિપક્ષીયથી જ ઉકેલી શકાય છે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સમક્ષ કહ્યું કે ભારતના પીએમ મોદીએ તેમને કાશ્મીર મુદ્દાને ઉકેલવા મધ્યસ્થતા કરવા અનુરોધ કર્યો છે.

કાશ્મીર મુદ્દે ખોટુ નિવેદન આપી ફસાયા ટ્રમ્પ, કોંગ્રેસમેને માંગી ભારતની માફી કાશ્મીર મુદ્દે ખોટુ નિવેદન આપી ફસાયા ટ્રમ્પ, કોંગ્રેસમેને માંગી ભારતની માફી

English summary
rahul gandhi blamed on the statement of donald trump regarding kashmir issue, says if its true than pm modi betrayed india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X