રાહુલ ગાંધી સામે 'કાલા જાદૂ' એક્ટ હેઠળ થઈ FIR, જાણો શું છે મહારાષ્ટ્રનો બ્લેક મેજિક એક્ટ?
Black Magic Act: કાલા જાદુ શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં, પુણેની એક મહિલાએ રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભા ચૂંટણી દરમિયાન આપેલા 'ખટાખટ' નિવેદન માટે બ્લેક મેજિક એક્ટ 2013 હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ રાહુલ પર જાદુઈ માધ્યમથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું વચન આપીને જનતાને છેતરવાનો આરોપ લગાવ્યો છે. ચાલો જાણીએ મહારાષ્ટ્રનો બ્લેક મેજિક એક્ટ 2013 શું છે? જે અંતર્ગત રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

કાલા જાદુ (મેલી વિદ્યા) એક્ટ શું છે?
મેલીવિદ્યા અથવા કાળા જાદુ જેવા ગુનાહિત કૃત્યોને રોકવા માટે ભારતમાં કોઈ કેન્દ્રીય કાયદો નથી, પરંતુ રાજ્ય સ્તરે તેને રોકવા માટે, ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ અલગ કાયદાની જોગવાઈ છે. આ રીતે મહારાષ્ટ્રમાં Maharashtra Prevention and Eradication of Human Sacrifice and other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act, 2013 છે. આ કાયદામાં 12 અલગ-અલગ કલમો છે, જે અલગ-અલગ ગુનાઓને ઓળખે છે. આ કાયદા હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ તમામ કૃત્યો આ કાયદાના દાયરામાં આવે છે
- કોઈપણ અમાનવીય, દુષ્ટ અને અઘોરી કૃત્ય અને કાળો જાદુ કરવો એ ગુનો છે.
- આ કાયદા હેઠળ, વળગાડ મુક્તિના નામે કોઈ વ્યક્તિને દોરડા અથવા સાંકળથી બાંધીને તેની હત્યા કરવી અને કોઈપણ પ્રકારની શારીરિક પીડા કરવી એ પણ ગુનો છે.
- ભૂત-પ્રેતને બોલાવવાની ધમકી આપીને સામાન્ય જનતાના મનમાં ડર પેદા કરવો અને કૂતરા, સાપ કે વીંછી કરડ્યા પછી તેને તબીબી સારવાર લેતા અટકાવવા અને મંત્ર-તંત્ર દ્વારા તેનો ઈલાજ કરવાનો દાવો કરવો તે પણ ગુનો છે.
- આંગળીઓનો ઉપયોગ કરીને શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો અથવા ગર્ભમાં રહેલા ભ્રૂણનું લિંગ બદલવાનું અને સામાન્ય જનતાને તેની અંદર રહેલી વિશેષ અલૌકિક શક્તિઓ વિશે જણાવીને પૈસાની ઉચાપત કરવી પણ આ કાયદાના દાયરામાં આવે છે. જે અંતર્ગત કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
શું હતુ ખટાખટવાળુ નિવેદન
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધન સરકાર બનશે કે તરત જ દર મહિનાની પહેલી તારીખે ગરીબોના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. આરતી સચિન કોન્ડ્રેએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે "1 જુલાઈની સવારે, તમામ ગરીબ ભારતીયોએ તેમના બેંક ખાતા તપાસવા જોઈએ અને જાદુથી, તમને બધાને 8,500 રૂપિયા મળશે. તેવી જ રીતે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર...તમને ₹8,500 મળશે...ખટખટ, ખટખટ, ખટાખટ.'
કયા રાજ્યમાં કાળા જાદુ પર કાયદો છે?
- બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં મેલીવિદ્યા વિરુદ્ધ પ્રથમ વખત કાયદો લાવવામાં આવ્યો હતો, અહીં કાયદો 1999થી અમલમાં છે.
- 2015માં છત્તીસગઢ સરકાર જાદુટોણા ટોર્ચર પ્રિવેન્શન એક્ટ લાવી હતી.
- ઓડિશામાં પણ 2013થી આ અંગે કાયદો છે.
- મહારાષ્ટ્રમાં 2013થી આ અંગે કાયદો છે. મહારાષ્ટ્ર કાયદો મેલીવિદ્યા, કાળો જાદુ અને માનવ બલિદાન જેવા કૃત્યો પર પ્રતિબંધ મૂકે છે.
- અંધશ્રદ્ધા, મેલીવિદ્યા અને કાળા જાદુને રોકવા માટે કર્ણાટક સરકાર 2020માં તેની વિરુદ્ધ કાયદો લાવી હતી.












Click it and Unblock the Notifications
