Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi : સુનહરી રોડ પર 5 નંબરનો બંગલો રાહુલ ગાંધીનું નવુ ઘર, જાણો ખાસિયત

ક્યારેય લોકસભાની સદસ્યતાને કારણે બંગલો ખાલી કરનારા રાહુલ ગાંધી હવે ભારતના તાકાતવર વિપક્ષી નેતા બનીને ઉભરી આવ્યા છે. હવે રાહુલ ગાંધીને નવો બંગલો મળ્યો છે.

હવે બંગલા નંબર 5, સુનેહરી બાગ રોડ-નવી દિલ્હી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નવું રહેણાંક સરનામું હશે. આ આવાસ કેન્દ્ર સરકાર દ્વારા તેમને ફાળવવામાં આવ્યું છે. વિપક્ષના નેતા તરીકેનો દરજ્જો હોવાથી તેમને ટાઇપ 8 બંગલો આપવામાં આવ્યો છે.

Rahul Gandhi banglow

સાંસદ રાહુલ ગાંધી ગઈકાલે સાંજે તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે આ બંગલાની મુલાકાતે ગયા હતા. જે બાદ એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધીએ આ બંગલા માટે સંમતિ આપી દીધી છે.

અહેવાલો અનુસાર, હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને ત્રણ-ચાર વિકલ્પ આપ્યા હતા. જેમાંથી તેણે આ ઘર પસંદ કર્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટાઈપ-8 બંગલા માટે રાહુલ ગાંધીની મંજુરી માટે સરકારને પહેલેથી જ પત્ર સુપરત કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી ઘણા વર્ષો સુધી 12 તુઘલક લેન માં રહેતા હતા, પરંતુ ગયા વર્ષે તેમણે માનહાનિના કેસમાં ગુજરાતની નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેમનું સભ્યપદ ગુમાવ્યા બાદ તેમણે ઘર ખાલી કર્યું હતું.

આ પછી તે તેમની માતા અને કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ ખાતે રહેવા ગયા. સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા પછી પણ રાહુલ ગાંધી હજી પણ 10 જનપથ નિવાસસ્થાનમાં જ રહેતા હતા. 10 જનપથ નિવાસ 24 અકબર રોડ ખાતે કોંગ્રેસ કાર્યાલય સાથે જોડાયેલો છે.

2005માં સાંસદ બન્યા બાદ તેમને પહેલીવાર 12 તુગલક લેનમાં બંગલો ફાળવવામાં આવ્યો હતો. આ દિલ્હીના લ્યુટિયન ઝોનમાં સ્થિત એક ટાઇપ-8 બંગલો પણ છે, જે સૌથી હાઈએસ્ટ કેટેગરી છે. આ બંગલામાં 5 બેડરૂમ, 1 હોલ, 1 ડાઇનિંગ રૂમ, 1 સ્ટડી રૂમ અને નોકર ક્વાર્ટર છે.

કહેવાય છે કે રાહુલ ગાંધી ખાનગી હાઉસ વોર્મિંગ સેરેમની બાદ આ બંગલામાં શિફ્ટ થયા હતા. આ સમારોહમાં સોનિયા, પ્રિયંકા, રોબર્ટ સહિત માત્ર તેમના નજીકના લોકો જ હાજર હતા.

કર્ણાટક ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા એ નારાયણસ્વામી અગાઉ સુનેહરી બાગ સ્થિત નિવાસસ્થાનમાં રહેતા હતા. 2021 થી 2024 સુધી સામાજિક ન્યાય રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા બાદ તેમને આ બંગલો ફાળવવામાં આવ્યો હતો. જો કે, તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તે હારી ગયા હતા. જે બાદ તેણે આ બંગલો ખાલી કરવો પડ્યો.

આ બંગલો ખૂબ જ વિશાળ જગ્યામાં બનેલો છે. આ ટાઈપ 8 બંગલો બે ભાગમાં વહેંચાયેલો છે. જેનો એક ભાગ રાહુલ ગાંધીની ઓફિસ હશે, જ્યારે બીજા ભાગનો ઉપયોગ તેમના નિવાસસ્થાન તરીકે કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની મંજૂરી મળ્યા બાદ આ બંગલાના બ્યુટિફિકેશનનું કામ શરૂ થઈ જશે.

આ બંગલામાં 5 બેડરૂમ, 1 હોલ, 1 ડાઇનિંગ રૂમ, સ્ટડી રૂમ, 1 નોકર ક્વાર્ટર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલને 3-4 બંગલાનો વિકલ્પ આપવામાં આવ્યા હતા. જો કે રાહુલ ગાંધી આ બંગલામાં ક્યારે રહેવા આવશે તે હજુ સ્પષ્ટ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X