For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિશન 2014: તાંત્રિકની શરણમાં પહોંચ્યા લાલૂ પ્રસાદ યાદવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મીરજાપુર, 27 જુલાઇ: રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવે વિદ્યાચલ વિસ્તારના મહુઆરી નજીક આશ્રમમાં તંત્ર પૂજા કરી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ તથા પૂર્વ રેલવેમંત્રી લાલૂ પ્રસાદ યાદવને પચતી નથી.

તેમને ગઇકાલે મીરજાપુરમાં એક તાંત્રિક સાધના બાદ કહ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહની મજબૂરી છે, હાલમાં નરેન્દ્ર મોદીની લહેર ચાલે છે, માટે રાજનાથ સિંહ હવે મોદી-મોદી રટી રહ્યાં છે. લાલૂ પ્રસાદ યાદવ કોંગ્રેસના પ્રસંશક છે.

lalu-600

તેમને કહ્યું હતું કે કોંગ્રેસ ધર્મ નિરપેક્ષ દળ છે. રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું હતું કે કંઇ ખોટું નથી. તે વડાપ્રધાનના લાયક છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે સીબીઆઇના ડરથી તો કોંગ્રેસની પ્રશંસા નથી કરી રહ્યાં ને તો તેમને કહ્યું હતું કે મને કોઇનો ભય નથી. દેશહિત જેમાં હશે તે તેજ કામ કરશે.

ભાજપનું નામ લીધા વગર લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે કટ્ટરવાદીઓના હાથમાં સત્તા આવી જશે દેશ નબળો પડી જશે. બધા પક્ષોએ સાથે મળીને કોંગેસને મદદ કરવી જોઇએ. લાલૂએ ત્રીજા મોરચાને નકારી કાઢ્યો હતો. બિહારમાં મિડ-ડે મીલ દ્વારા બાળકોના મોત વિશે પૂછવામાં આવતાં તેમને આ ઘટના માટે નિતિશ સરકારને દોષી ગણાવી હતી.

English summary
Former Bihar chief minister and RJD president Lalu Prasad Yadav has endorsed Congress vice president Rahul Gandhi as the next prime minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X