ઉશ્કેરણીજનક ભાષણ મામલે જામીન મળ્યા બાદ ગર્જયા રાહુલ

Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મુંબઇની ભિવંડી અદાલતે ઉશ્કેરણીજનક ભાષણ મામલે જામીન આપી દીધા છે. રાહુલ ગાંધી આજે ઉશ્કેરણીજનક ભાષણ મામલે અદાલતમાં હાજર થયા હતા બાદમાં તેમને જામીન મળી ગયા હતા. જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ આ લડાઇ આઝાદી અને ગુલામીની વિચારધારા વચ્ચે છે અને અમે ઝૂકીશુ નહિ.

rahul


2014 માં રાહુલે કર્યુ હતુ આ વિવાદિત નિવેદન

રાહુલ ગાંધી સામે આરએસએસ કાર્યકર્તાઓએ ઉશ્કેરણીજનક ભાષણ મામલે કેસ ફાઇલ કરાવ્યો હતો. રાહુલ ગાંધીએ 2014 માં લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના ભાષણમાં કહ્યું હતુ કે આરએસએસના સભ્યો મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર છે. 6 માર્ચ 2014 ના દિવસે રાહુલ ગાંધી પોતાના ભાષણ દરમિયાન કહ્યુ હતુ કે આરએસએસના લોકોએ જ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. તેમણે કહ્યું હતુ કે આરએસએસના લોકો (ભાજપ) આજે તેમના વિશે વાત કરે છે. તેમણે સરદર પટેલ અને ગાંધીજીનો પણ વિરોધ કર્યો હતો.

rahul


બેંકમાં જમા થઇ રહેલા પૈસા પીએમ સાથે પ્લેનમાં જનારાને મળશે


રાહુલ ગાંધીએ જામીન મળી ગયા બાદ કેન્દ્ર સરકાર અને ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે મે ગાંધીજીનું વક્તવ્ય વાંચ્યુ છે જેમાં તેમણે કહ્યુ હતુ કે જે સીધા ઉભા રહે છે તે કોઇ દિવસ હારતા નથી આ સમય એવો છે જેમાં આપણે ઝૂકવાનુ નથી. આ આઝાદી અને ગુલામીની વિચારધારાની લડાઇ છે રાહુલ ગાંધીએ કહ્યું કે જેની સાથે હું લડી રહ્યો છુ તે હિંદુસ્તાનને ઝૂકાવવા માંગે છે, તેઓ કહે છે કે તમે બધા ઝૂકી જાઓ અમે અહી રાજ કરીશુ. રાહુલે કહ્યુ કે આ દેશ ક્યારેય નહિ ઝૂકે, આ દેશને ક્યારેય ઝૂકાવે શકાશે નહિ, એક તરફ આઝાદીની વિચારધારા છે અને બીજી તરફ ગુલામીની વિચારધારા છે. બેંકોના પૈસા પીએમના નજીકના લોકો પાસે જશે 500 અને 1000 રુપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર પણ રાહુલ ગાંધીએ શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ કે લખી રાખો આગામી એક વર્ષમાં તમે જે પૈસા બેંકોમાં જમા કરાવ્યા છે તે અમુક 15-20 લોકો પાસે જશે.

rs

મોદીજી તેમના નજીકના ગણાતા લોકોને આ પૈસા આપશે


રાહુલે કહ્યુ કે તમારા પૈસા મોદીજી તેમના નજીકના ગણાતા લોકોને આપશે. જે લોકો પીએમ સાથે પ્લેનમાં જાય છે તેમની પાસે આ પૈસા જશે. તમારા પૈસા એ લોકોનું દેવુ ચૂકવવામાં વપરાશે જેમની પાસે કાળુનાણુ છે. આખો દેશ ત્રસ્ત છે અને નરેન્દ્ર મોદીજી ક્યારેક હસે છે અને ક્યારેક રોવે છે. કાળાનાણા પર કાર્યવાહી થવી જોઇએ, જે લોકો મોદીજીની સાથે જાય છે તેમની સામે કાર્યવાહી થવી જોઇએ. તેમણે કહ્યુ કે અમે ગરીબો અને ખેડૂતોની લડાઇ લડી રહ્યા છે અને લડતા રહીશુ.

English summary
Rahul Gandhi gets bail
Please Wait while comments are loading...