For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની રાહત, બેવડી નાગરિકતાના મામલામાં અરજી ફગાવી

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની રાહત, બેવડી નાગરિકતાના મામલામાં અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દા સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ચૂંટણી લડવા પર રોક લગાવવાની માંગણી કરતી આ અરજીને ફગાવી દીધી છે. યૂનાઈટેડ હિંદુ ફ્રન્ટ અને હિંદુ મહાસભા તરફથી દાખલ અરજી પર સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પીઠે સુનાવણી કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ ગૃહ મંત્રાલયને રાહુલ ગાંધીની નાગરિકતા સંબંધિત ફરિયાદ પર નિર્ણય લેવા જલદી નિર્દેશ આપે.

rahul gandhi

અરજી ફગાવતા કોર્ટે કહ્યું કે કોઈ કંપનીના કહેવા પર રાહુલ ગાંધી બ્રિટિશ ન હોય શકે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલય આ વિશે મળેલ ફરિયાદ પર જલદી કાર્યવાહી કરે અને રાહુલ ગાંધીને ચૂંટણી લડવા પર રોક લગાવે. આ ઉપરાંત માંગણી કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીનું નામ મતદાતા યાદીમાંથી હટાવવામાં આવે. લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીની નાગરિકતાનો મુદ્દો ગરમાયેલો છે.

જણાવી દઈએ કે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીની નોટિસ પાઠવી 15 દિવસમાં જવાબ માંગ્યો છે. ભાજપના સાંસદે કહ્યું હતું કે બ્રિટિશ નાગરિકતા હોવાના કારણે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે એક કંપનીના દસ્તાવેજમાં તેમની નાગરિકાત ઘોષિત કરવામાં આવી છે, જેના પર તમે સાચા તથ્યો આપો.

રાહુલ ગાંધીને આ સંબંધમાં 15 દિવસની અંદર જવાબ દાખલ કરવાનો છે. ગૃહ મંત્રાલયના નિદેશક બીસી જોશીએ લખેલ પત્રમાં કહ્યું હતું કે મંત્રાલયને ડૉ સુબ્રમણ્યમ સ્વામી તરફથી એક ફરિયાદ મળી છે જેમાં જાણકારી આપવામાં આવી છે કે બૈકઑપ્સ લિમિટેડ નામની કંપની વર્ષ 2003માં યૂકેમાં રજિસ્ટર કરવામાં આવી હતી, જેનું એડ્રેસ 51 સાઉથગેટ સ્ટ્રીટ, વિંચેસ્ટર, હેમ્પશર SO23 9EH હતું, અને અને તમે તેના ડિરેક્ટરોમાંથી એક અને સચિવ હતા.

આ પણ વાંચો- રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદ પર બોલ્યાં પ્રિયંકા, કહ્યું- આ શું બકવાસ છે?

English summary
rahul gandhi got relief from from supreme court over dual citizenship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X