For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદ પર બોલ્યાં પ્રિયંકા, કહ્યું- આ શું બકવાસ છે?

રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદ પર બોલ્યાં પ્રિયંકા, કહ્યું- આ શું બકવાસ છે?

|
Google Oneindia Gujarati News

અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ ઉઠેલા વિવાદ પર મંગળવારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમનો ભાઈ ભારતીય છે. તેમણે આ સમગ્ર મામલાને હાસ્યાસ્પદ ગણાવ્યો. જણાવી દઈએ કે રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર 15 દિવમાં જવાબ આપવા કહ્યું છે. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી જે કંપની સાથે જોડાયેલા છે તેના દસ્તાવેજોમાં રાહુલ ગાંધીએ ખુદને બ્રિટિશ નાગરિક ઘોષિત કર્યા હતા.

rahul gandhi

મંગળવારે અમેઠીમાં પોતાના ભાઈ માટે પ્રચાર કરી રહેલ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આખા હિંદુસ્તાનને ખબર છે કે રાહુલ ગાંધી હિન્દુસ્તાની છે, તેમની સામે તે પેદા થયા, તેમની સામે ઉછેર થયો, તેમની સામે જ તેઓ મોટા થયા, આ શું બકવાસ છે? જે બાદ પણ કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકતાની ફરિયાદ પર તેમને નોટિસ મોકલે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય છે. તેમણે આ સમગ્ર મામલાને હાસ્યાસ્પદ ગણાવ્યો છે.

અગાઉ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ જન્મજાત ભારતીય નાગરિક છે. મોદીજી પાસે બેરોજગારી, કૃષિ સંકટ અને કાળાધનના મુદ્દા પર કોઈ જવાબ નથી. એવામાં તેઓ ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ ગૃહ મંત્રાલયને એક ચિઠ્ઠી લખીને રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કર્યો છે. આ ફરિયાદ બાદ કોંગ્રેસ અધ્યક્ષને ગૃહ મંત્રાલયે નોટિસ પાઠવી હતી. રાહુલ ગાંધીને 15 દિવસમાં નોટિસનો જવાબ આપવા કહેવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ મંત્રાલયની નોટિસને એક સામાન્ય પ્રક્રિયા ગણાવી છે.

શું છે મામલો

સ્વામીએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે 2003માં બ્રિટનમાં બેકકોપ્સ લિમિટેડ નામની કંપનીનું રજિસ્ટ્રેશન થયું હતું. આ કંપનીનું એડ્રેસ 51 સાઉથગેટ સ્ટ્રીટ, વિંચેસ્ટર, હૈંપશાયર SO23 9EH છે. રાહુલ ગાંધીની આ કંપનીમાં ડારેક્ટર હતા. સ્વામીએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો કે કંપનીના 10-10-2005 અને 31-10-2006ના રોજ ફાઈલ કરવામાં આવેલ વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધઈની જન્મતિથિ 19 જૂન 1970 લખવામાં આવી છે અને તેની નાગરિકતા બ્રિટિશ ગણાવવામાં આવી છે. એટલું જ નહિ 17 ફેબ્રુઆરી 2009ના રોજ ડિસલૂશન એપ્લિકેશન સમયે પણ રાહુલની નાગરિકતા બ્રિટિશ ગણાવવામાં આવી છે.

આ પણ વાંચો- એક વોટ તમારા બાળકને ચા અને પકોડા વાળો બનાવી શકે છે

English summary
Priyanka Gandhi slammed government notice to Rahul Gandhi over citizenship row
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X