આઝાદી પછી પહેલીવાર ઉદ્યોગપતિયોનું મોટું ગ્રૂપ કાશ્મીરમાં

ઉદ્યોગપતિયોના આ સમૂહમાં ટાટા સમૂહના અધ્યક્ષ રતન તાતા અને આદિત્ય બિરલા સમૂહના કુમાર મંગલમ બિરલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બજાજ ઓટોના નિર્દેશક રાજીવ બજાજ, વિપ્રો સમૂહના પ્રમુખ અજીમ પ્રેમજી તથા એચડીએફસીના દીપક પારેખ પણ શુક્રવારે કાશ્મીરની મુલાકાતે આવશે. આઝાદી બાદ પહેલીવાર ઉદ્યોગપતિયોનું આટલું મોટું સમૂહ કાશ્મીરની મુલાકાતે આવી રહ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને આસામના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇ પણ શુક્રવારે કાશ્મીર યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના સમ્મેલનમાં ભાગ લેવા આવશે.
ઉદ્યોગપતિઓના સમૂહને કાશ્મીર લાવીને રાહુલ ગાંધીએ ગત વર્ષે કરેલા વચનને પાળ્યુ હતું. રાહુલે યુવાનોને વચન આપ્યુ હતુ કે તેઓ મોટા ઉદ્યોગપતિઓને કાશ્મીરમાં રોકાણ માટે મનાવશે.












Click it and Unblock the Notifications
