ઇન્દિરા કેન્ટિનમાં ખાવા BJP નેતા લાઇન લગાવશે: રાહુલ ગાંધી

Written By:
Subscribe to Oneindia News

બુધવારે કર્ણાટકમાં બેંગલુરુ ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ઇન્દિરા કેન્ટિન'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ 'ઇન્દિરા કેન્ટિન'માં માત્ર 5 રૂ.માં નાશ્તો અને 10 રૂ.માં જમવાનું આપવામાં આવશે. રાહુલ ગાંધીએ કેન્ટિનના ઉદ્ઘાટન બાદ ત્યાં જ બેસીને ભોજન પણ લીધું હતું. 'ઇન્દિરા કેન્ટિન'ની બહાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે રાહુલ ગાંધીના નાનપણની તસવીરવાળું એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું.

rahul gandhi

અહીં રાહુલ ગાંધીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે બેંગલુરુમાં કોઇ પણ વ્યક્તિ ભૂખો રહે. અહીં લોકોને 5 રૂ.માં નાશ્તો અને 10 રૂ.માં ભોજન આપવામાં આવશે. થોડા સમય બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી કેન્ટિન ખોલવામાં આવશે. આ કેન્ટિનમાં ખાવા માટે ભાજપના નેતાઓ પણ લાઇન લગાવીને ઊભા રહેશે. મને ગર્વ છે કે, રાજ્યની કોંગ્રેસ સરકારને આ કેન્ટિનની યોજનાનો વિચાર આવ્યો.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મંગળવારે જ આ કેન્ટિન અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, કર્ણાટકને ભૂખથી બચાવવા માટે શ્રમિક વર્ગ અને ગરીબ પ્રવાસીઓને સસ્તામાં ભોજન મળી રહે એ માટે 'ઇન્દિરા કેન્ટિન' ખોલવામાં આવશે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, શરૂઆતમાં આવી 101 કેન્ટિન બનાવવાની યોજના છે.

English summary
Congress Vice President Rahul Gandhi inaugurated Indira Canteen at Bengaluru, Karnatak.
Please Wait while comments are loading...