રાહુલ ગાંધી હવે નરેન્દ્ર મોદીની જગ્યા લેવા માટે તૈયાર છે

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ખુબ જ નજીક રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી હવે નરેન્દ્ર મોદીની જગ્યા લેવા માટે બિલકુલ તૈયાર છે. તેમને જણાવ્યું કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને હરાવવામાં સફળ રહેશે કારણકે જનતા તરફથી તેમને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. સિંધિયા ઘ્વારા નિવેદન એવા સમયે આવ્યું છે જયારે સરકાર દલિત મુદ્દે ખુબ જ ખરાબ રીતે ઘેરાઈ ચુકી છે. દેશ ભરમાં દલિત કેન્દ્ર સરકાર સામે પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે.

કોંગ્રેસ ખબર સમયથી પસાર થઇ રહી છે

કોંગ્રેસ ખબર સમયથી પસાર થઇ રહી છે

જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીને સંસદ અંદર રણનીતિ બનાવવાથી લઈને બીજા રાજકીય મુદ્દામાં પણ સલાહ આપે છે. મધ્યપ્રદેશ માં મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવાના સવાલ પર તેમને જણાવ્યું કે પાર્ટી જે પણ નક્કી કરશે તેમને મંજુર હશે. જ્યોતિરાદિત્ય સિંધિયા ઘ્વારા સ્વીકારવામાં આવ્યું કે કોંગ્રેસ હાલમાં ખરાબ સમયથી પસાર થઇ રહી છે.

ભાજપા ઘણા મુદ્દાને કારણે સરકારથી બહાર થશે

ભાજપા ઘણા મુદ્દાને કારણે સરકારથી બહાર થશે

મધ્યપ્રદેશમાં આ વર્ષે થઇ રહેલા વિધાનસભા ઈલેક્શન વિશે વાત કરતા જ્યોતિરાદિત્ય સિંધિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ રાજનેતા માટે ઈલેક્શન ખુબ જ અગત્યનું હોય છે. પાર્ટી જ્યાં પણ મને પ્રચાર કરવાનું કહેશે ત્યાં હું પ્રચાર કરીશ. તેમને જણાવ્યું કે ભાજપા સરકાર સામે એવા ઘણા મુદ્દા છે જેને કારણે તેઓ સરકાર ગુમાવશે. જેમાં આતંકવાદ, આંતરિક સુરક્ષા, વિદેશનીતિ, ડોકલામ મુદ્દો, પાકિસ્તાન સાથે સંબંધ, બેરોજગારી, મહિલા સુરક્ષા, ડેટા લીક, પેપર લીક જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.

ભ્રષ્ટાચારના આરોપોમાં દમ નથી

ભ્રષ્ટાચારના આરોપોમાં દમ નથી

2019 લોકસભા ઈલેક્શન વિશે વાત કરતા તેમને જણાવ્યું કે અમારા માટે હાલમાં કર્ણાટક અને બીજા ચાર રાજ્યોના ઈલેક્શન અગત્યના છે. તેની સાથે તેમને જણાવ્યું કે કાર્તિ ચિદમ્બરમ, કેપ્ટન અમરિન્દર સિંહના દામાદ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોમાં કોઈ દમ નથી. જો તેઓ ખોટા હોય તો સરકાર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે.

English summary
Rahul Gandhi is ready to replace Narendra Modi says Jyotiraditya Scindia. He says Rahul is getting support of people.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.