For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરને લઈ રાહુલ ગાંધી ફેક ન્યૂજ ફેલાવી રહ્યા છેઃ સત્યપાલ મલિક

કાશ્મીરને લઈ રાહુલ ગાંધી ફેક ન્યૂજ ફેલાવી રહ્યા છેઃ સત્યપાલ મલિક

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપા મલિક પાસે વિપક્ષના નેતાઓને ઘાટીનો પ્રવાસ કરવા મંજૂરી આપવાની માંગ કરી હતી, જો કે સત્યપાલ મલિકે આ માંગ ફગાવી દીધી. જમ્મુ-કાશ્મીર રાજભવને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે વિપક્ષી પાર્ટીના નેતાઓના પ્રવાસથી સમસ્યા વધી શકે છે અને સ્થાનિક લોકોએ વધુ પરેશાનીનો સામનો કરવો પડશે. રાજ્યપાલે કહ્યું કે રાહુલ ગાંધી આ મામલે રાજનીતિ ન કરે. આ દરમિયાન રાજ્યપાલ ઑફિસ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને લઈ ફેક ન્યૂજ ફેલાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ માંગ કરી

રાહુલ ગાંધીએ માંગ કરી

રાજ્યપાલ મલિકના કાશ્મીર નિયંત્રણ પર રાહુલ ગાંધી તરફથી કરવામાં આવેલ માંગ પર હવે રાજભવન તરફતી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી કાશ્મીરની સ્થિતિ વિશે સંભવતઃ સીમા પારથી ફેલાવવામાં આવી રહેલ ફેક ન્યૂજનો જવાબ આપી રહ્યા છે. જ્યારે કાશ્મીરમાં સ્થિતિ હાલ શાંતિપૂર્ણ બની ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે રાહુલને ભારતીય ટીવી ચેનલ્સથી ખુદને ચેક કરાવવા જોઈએ, જે કાશ્મીરની યોગ્ય સ્થિતિનો રિપોર્ટ કરી રહ્યા છે.

રાજ્યપાલે માંગ ફગાવી

રાજ્યપાલે માંગ ફગાવી

રાજભવન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી ઘટનાનું રાજનીતિકરણ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિ મંડળને કારણે જમ્મુ-કાશ્મીરમાં માહોલ ખરાબ થઈ શકે છે, જેનાથી સામાન્ય લોકોએ પરેશાનીનો સામનો કરવો પડશે. રાજભવન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેવું કે તેમણે જમ્મુ-કાશ્મીર આવવા માટે કેટલીય શરતો રાખી છે, માનનીય રાજ્યપાલે સ્થાનિક પોલીસ અને પ્રશાસનને આ મામલે તપાસ કરવાનો અનુરોધ કર્યો છે. જણાવી દઈએ કે હાલમાં જ કેટલાક વિદેશી મીડિયામાં વીડિયો જાહેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ઘાટીમાં મોટા પાયે અશાંતિ ફેલાયેલ છે. જે બાદ ભારત સરકારે વિદેશી મીડિયા દ્વારા પ્રકાશિત રિપોર્ટનું ખંડન કર્યું હતું.

કાશ્મીરમાં અશાંતિ?

કાશ્મીરમાં અશાંતિ?

ઉલ્લેખનીય છે કે સોમવારે રાજ્યપાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જમ્મુ-કાશ્મીર આવવા આમંત્રણ આમંત્રણ આપતા કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ માટે તેઓ વિમાન મોકલશે. જે બાદ રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના રાજ્યની યાત્રા પર આવવા સંબંધી આમંત્રણને મંગળવારે સ્વીકાર કરી લીધો હતો અને કહ્યું હતું કે તેમણે વિમાનની જરૂરત નથી. તેઓ અને વિપક્ષના અન્ય નેતા જમ્મુ-કાશ્મીર આવશે. તેમણે રાજ્યપાલને લોકો તથા સૈનિકોની મુલાકાત કરવાની છૂટ આપવા પણ કહ્યું હતું.

<strong>SC એ પૂછ્યું, રામનું જન્મસ્થળ ક્યાં? વકીલે આપ્યો આવો જવાબ </strong>SC એ પૂછ્યું, રામનું જન્મસ્થળ ક્યાં? વકીલે આપ્યો આવો જવાબ

English summary
rahul gandhi is spreading fake news about jammu and kashmir says satyapal malik
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X