For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી વિશેષજ્ઞ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યુ - ભારતમાં જે કંઈ થઈ રહ્યુ છે તેના પર અમેરિકા ચૂપ કેમ છે?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકાના હાવર્ડ કેનેડી સ્કૂલના રાજદૂત નિકોલસ બર્ન્સ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં ભાજપ વિશે સવાલ કર્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકાના હાવર્ડ કેનેડી સ્કૂલના રાજદૂત નિકોલસ બર્ન્સ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં ભાજપ વિશે સવાલ કર્યા. તેમણે નિકોલસ સાથે થયેલી વાતચીતમાં કહ્યુ કે ભાજપે તમામ બંધારણીય સંસ્થાઓને પોતાના કબ્જામાં લઈ લીધી છે. તેમણે ભાજપ પર આરોપ લગાવીને કહ્યુ કે ભારતમાં વર્તમાનમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના પર અમેરિકા ચૂપ કેમ છે. રાહુલે આગળ કહ્યુકે કેન્દ્રમાં આવ્યા બાદ ભાજપની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત થઈ છે. મીડિયા અને તમામ બંધારણીય સંસ્થાઓ પર તેનુ પ્રભુત્વ વધ્યુ છે માટે વિપક્ષી દળ રાજ્યોમાં ચૂંટણી નથી જીતી રહ્યા. તેમણે કહ્યુ કે એકલુ કોંગ્રેસ જ નહિ, બસપા, સપા, રાકાંપા જેવી અન્ય પાર્ટીઓ પણ ચૂંટણી નથી જીતી રહી કારણકે કોઈ પણ ચૂંટણી જીતવાની સ્થિતિમાં નથી.

rahul gandhi

અમારી પાસે નથી ન્યાય વ્યવસ્થા, નથી સ્વતંત્ર મીડિયા

રાજદૂત નિકોલસ બર્ન્સ સાથે થયેલી વાતચીતમાં રાહુલે કહ્યુ કે ચૂંટણી લડવા માટે ચૂંટણી લડવા માટે સંસ્થાગત ઢાંચાની જરૂર પડે છે. જે સંસ્થાઓ એક નિષ્પક્ષ લોકતંત્રને ચલાવવામાં મદદ કરે છે. પરંતુ આ સંસ્થાઓ પર ભાજપે કબ્જો કરી લીધો છે જેના કારણે વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી નથી જીતી શકતી.કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ કે, 'ચૂંટણી લડવા માટે, મારે સંસ્થાગત સંરચનાઓની જરૂર છે, મારે એક ન્યાયિક પ્રણાલીની જરૂર છે જે મને બચાવે છે, મારે એક મીડિયાની જરૂર છે જે સ્વતંત્ર હોય, મારે આર્થિક સમતાની જરૂર છે, મારે સંરચનાઓને એક આખો સેટ જોઈએ જે વાસ્તવમાં મને એક રાજકીય પાર્ટી સંચાલિત કરવાની અનુમતિ આપી શકે પરંતુ આ સ્થિતિ છે જ નહિ. 2014 બાદ આખુ પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયુ છે.'

અમેરિકાએ સ્વતંત્રતાના વિચારની રક્ષા કરવી જોઈએ

રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'ભારતમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના પર અમેરિકાની ટિપ્પણી કેમ નથી આવી રહી. જો ભારત અને અમેરિકા વચ્ચે લોકતાંત્રિક ભાગીદારી હોય તો પછી અમેરિકા ભારતમાં બની રહેલ આ ઘટનાઓ પર કેમ નથી બોલતુ. મારો મતલબ છે કે ભારતમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના પર તમારા શું વિચાર છે. હું મૂળ રીતે માનુ છુ કે અમેરિકા એક ગાઢ વિચાર છે. સ્વતંત્રતાનો વિચાર જે રીતે તમારા બંધારણમાં નિહિત છે તે એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે પરંતુ તમારે આ વિચારનો બચાવ કરવો જોઈએ. આ અસલી સવાલ છે.'

હું કલાઈનારનો પુત્ર છુ, આ હરકતોથી ડરવાનો નથીઃ એમ કે સ્ટાલિનહું કલાઈનારનો પુત્ર છુ, આ હરકતોથી ડરવાનો નથીઃ એમ કે સ્ટાલિન

English summary
Rahul Gandhi jibed US over issues of india while talking with harvard kennedy school ambassador
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X