રોડ શૉ દરમિયાન ચા દુકાન પર રોકાઈ રાહુલે ચાઇ અને પકોડા માંગ્યા

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે ત્રણ દિવસના પ્રચાર માટે કર્ણાટક પહોંચેલા રાહુલ ગાંધીએ વિજયપુરામાં રોડ શૉ દરમિયાન ચા, સમોસા અને પકોડાનો આનંદ લીધો. રાહુલ ગાંધી ઘ્વારા કર્ણાટકમાં પોતના પહેલા જ દિવસે વિજયપુરા માં રોડ શૉ કર્યો. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી સિદ્દરમૈયા અને બીજા નેતા પણ હાજર હતા. આ દરમિયાન તેઓ એક ચા દુકાન પાસે રોકાઈ ગયા અને દુકાનદાર પાસે ચાની માંગણી કરી.

રાહુલ ગાંધીએ આ દરમિયાન સિદ્દરમૈયા સાથે બેસી ને ચાઇ પીધી. આ દરમિયાન આસપાસ લોકોની ભીડ જામી ગયી. ચાઇ પીધા પછી લોકો સાથે હાથ મિલાવી રાહુલ ગાંધી પોતાના કાફલા સાથે આગળ વધી ગયા. વિધાનસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી સતત પીએમ મોદી અને ભાજપ પર નિશાનો સાંધી રહ્યા છે.

જન ધન યોજના લૂંટ

જન ધન યોજના લૂંટ

રાહુલ ગાંધી ઘ્વારા ટવિટ કરીને પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11,500 કરોડના ઘોટાળાને પ્રધાનમંત્રી ની "જન ધન યોજના લૂંટ" જણાવી છે.

નીરવ મોદીની જેમ દેશમાં એક બીજો ઘોટાળો થઇ ગયો

નીરવ મોદીની જેમ દેશમાં એક બીજો ઘોટાળો થઇ ગયો

રાહુલ ગાંધીએ જણાવ્યું કે નીરવ મોદીની જેમ દેશમાં એક બીજો ઘોટાળો થઇ ગયો. 390 કરોડના ઘોટાળામાં દિલ્હીનો એક જવેલર જોડાયેલો છે. તેમને જણાવ્યું કે આ પણ નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ ગાયબ થઇ ગયો છે.

22000 કરોડ બેંકોમાંથી કઈ રીતે કાઢવામાં આવ્યા?

22000 કરોડ બેંકોમાંથી કઈ રીતે કાઢવામાં આવ્યા?

રાહુલ ગાંધી ઘ્વારા ટવિટ કરીને જણાવ્યું કે 22000 કરોડ રૂપિયા ઘોટાળો થાય છે. ઘોટાળા કરનાર દેશ છોડીને ભાગી જાય છે અને મોદી જી કહે છે કે કાર્યવાહી કરશે. પહેલા જણાવો કે 22000 કરોડ બેંકોમાંથી કઈ રીતે કાઢવામાં આવ્યા?

English summary
Rahul gandhi karnataka chief minister siddaramaiah at tea stall vijaypura

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.