For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ ગોવામાં મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી

રાફેલ ડીલ અંગે સતત પ્રહાર કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગોવા સીએમ મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે સતત પ્રહાર કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગોવા સીએમ મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી છે. ગોવામાં કોંગ્રેસ અધ્યક્ષે સીએમ ઓફિસ જઈને મનોહર પર્રિકરની ખબર પૂછી. આ એક અંગત મુલાકાત હતી. થોડા દિવસ પહેલા જ સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષે રાફેલ ડીલ અંગે જોરદાર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ઓડિયો ટેપ અને મનોહર પર્રિકરના રૂમમાં રાફેલની ગુપ્ત ફાઈલો રાખ્યાનો દાવો કરીને મોદી સરકારને ઘેર્યા હતા.

આ પણ વાંચો: ઉનામાં બોલ્યા અમિત શાહ- કોંગ્રેસ માટે OROP એટલે 'ઓનલી રાહુલ, ઓનલી પ્રિયંકા'

ગોવા સીએમ મનોહર પર્રિકર સાથે મુલાકાત

ગોવા સીએમ મનોહર પર્રિકર સાથે મુલાકાત

રાહુલ ગાંધીએ ટવિટ કરીને જણાવ્યું કે, આજે મેં ગોવા સીએમ મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી, આ એક અંગત મુલાકાત હતી હું. તેમના જલ્દી સ્વસ્થ થવાની આશા કરું છું. બંને નેતાઓ વચ્ચે કઈ વાતચીત થઇ છે તેના વિશે કોઈ જાણકારી નથી મળી શકી. આપને જણાવી દઈએ કે મનોહર પર્રિકર કેન્સર જેવી ખતરનાક બીમારીથી ઝઝૂમી રહ્યા છે. તેઓ હાલમાં સક્રિય છે અને સરકારી કામકાજ જોઈ રહ્યા છે.

મોદી સરકાર પર પ્રહાર

મોદી સરકાર પર પ્રહાર

રાફેલ અંગે કોંગ્રેસ સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે. સંસદના શિયાળા સત્ર દરમિયાન પણ કોંગ્રેસે એક ઓડિયો ટેપ જાહેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે મનોહર પર્રિકર પાસે રાફેલ ડીલની ગુપ્ત ફાઈલો છે. આ ટેપ વિશે જણાવીને કોંગ્રેસે મનોહર પર્રિકર પર પણ પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ ઘ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રાફેલ ડીલમાં ગરબડી થઇ છે.

રાફેલ ડીલમાં ગરબડી

રાફેલ ડીલમાં ગરબડી

ભાજપ કોંગ્રેસના બધા જ આરોપોને નકારતી રહી છે. ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓ ઘ્વારા પણ કોંગ્રેસના આરોપો પર સફાઈ આપવામાં આવી છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ડીલમાં કોઈને પણ ફાયદો નથી પહોંચાડવામાં આવ્યો. પીએમ મોદીએ રાફેલ અંગે કહ્યું કે સંસદમાં તેઓ તેના વિશે સફાઈ આપી ચુક્યા છે.

English summary
rahul gandhi meets manohar parrikar day after rafale secret attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X